આ મહિને આ 4 શાનદાર કાર લોન્ચ થશે, Mahindra અને Honda છે સામેલ, જાણો બધું જ

પ્રતિકાત્મક તસવીર

આ મહિને ટાટા, હ્યુન્ડાઇ, મહિન્દ્રા જેવી કંપનીઓ પોતાની શાનદાર કાર રજૂ કરવા જઇ રહી છે. આ કાર વધુ સારી સુરક્ષા અને અદ્ભુત સુવિધાઓ સાથે આવે છે

 • Share this:
  નવી દિલ્હી : ગત મહિને ભારતમાં મહિન્દ્રા બોલેરો નીઓ અને હ્યુન્ડાઇ અલ્કાઝાર જેવી ઘણી શાનદાર કાર લોન્ચ કરવામાં આવી છે. ઓગસ્ટ 2021નો આ મહિનો પણ ભારતીય ગ્રાહકો માટે કંઈક ખાસ બનવા જઈ રહ્યો છે. આ મહિને ટાટા, હ્યુન્ડાઇ, મહિન્દ્રા જેવી કંપનીઓ પોતાની શાનદાર કાર રજૂ કરવા જઇ રહી છે. આ કાર વધુ સારી સુરક્ષા અને અદ્ભુત સુવિધાઓ સાથે આવે છે. આ મહિને લોન્ચ થનારી કારમાં હોન્ડા અમેઝ ફેસલિફ્ટ, ફોર્સ ગુરખા, મહિન્દ્રા XUV700 અને ટાટા ટિયાગો એનઆરજી ફેસલિફ્ટ જેવી 4 કારનો સમાવેશ થાય છે. આવનારી આ કારો વિશે તમને વિગતવાર જણાવીએ.

  મહિન્દ્રા XUV700

  ગ્રાહકો લાંબા સમયથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની વૈભવી XUV700 ની રાહ જોઈ રહ્યા છે. કંપની 15 ઓગસ્ટના અવસર પર આ એસયુવી ગ્રાહકોને રજૂ કરી શકે છે. કંપની આ એસયુવીની કિંમત 2 ઓક્ટોબર (ગાંધી જયંતી) પર જાહેર કરશે. કંપનીએ ગયા વર્ષે આ જ દિવસે તેની થારની જાહેરાત પણ કરી હતી. કંપનીએ આ એસયુવી એક સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર તૈયાર કરી છે, જેમાં શાનદાર સુવિધાઓ શામેલ કરવામાં આવી છે. મહિન્દ્રાએ આ SUV માં 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 2.2 લિટર ડીઝલ એન્જિન આપ્યું છે. આ એસયુવી મેન્યુઅલ ગિયરબોક્સ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવી શકે છે.

  ટાટા ટિયાગો એનઆરજી ફેસલિફ્ટ

  ટાટાની આ કાર ટિયાગોના સ્પોર્ટ વર્ઝન તરીકે રજૂ કરવામાં આવી છે, જેને કંપની 4 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે. કંપનીએ તેના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેને વર્તમાન ટિયાગો મોડલની જેમ 1.2 લિટર, ત્રણ સિલિન્ડર એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીએ તેના બાહ્ય ભાગમાં ઘણા નાના ફેરફારો કર્યા છે, જેમાં ફોક્સ સ્કિડ પ્લેટો, રૂફ રેલ્સ, બૂટ લીડ પર બ્લેક ટ્રિમ, NRG બેજિંગ, બોડી ક્લેડીંગ અને નવા બમ્પર્સનો સમાવેશ થાય છે.

  Force Gurkha

  કંપનીએ આ વર્ષે જૂનમાં આ ઓફ-રોડ એસયુવીનું ટીઝર બહાર પાડ્યું હતું. કંપની આ મહિને આ SUV ની કિંમતની જાહેરાત કરી શકે છે. આ શક્તિશાળી એસયુવીની ડિઝાઇનમાં, કંપનીએ ફ્લેર્ડ વ્હીલ આર્ચ અને એલઇડી ડીઆરએલ,ની સાથે ગોળાકાર હેડલેમ્પ્સ, નવા સિંગલ સ્લેટ રેડિએટર ગ્રિલ, ફરીથી ડિઝાઇન કરેલા બમ્પર અને સાઇડ ક્લેડીંગ આપ્યા છે. સુવિધાઓની દ્રષ્ટિએ, આ એસયુવીમાં ફ્રન્ટ પાવર વિન્ડોઝ, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, રિવર્સ પાર્કિંગ સેન્સર, ટચસ્ક્રીન, નવી ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ અને એસી જેવી ઘણી સુવિધાઓ શામેલ છે.
  Published by:kiran mehta
  First published: