રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા (Vodafone Idea) ગ્રાહકો માટે એક એકથી ચઢીયાત પ્લાન રજૂ કરતા રહે છે. કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આકર્ષક પ્લાન ઓફર કરે છે. જો તમે પણ આવો પ્લાન ખરીદવા માંગો છો જેમાં દર મહિને રિચાર્જ ન કરાવવું પડે અને આપને આખા વર્ષની વેલિડિટી મળી જાય, તો અહીં અમે આપને આવા જ પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાં તમે માત્ર 118 રૂપિયાના મહિનાના સરેરાશ ખર્ચ પર આખું વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન (365 Days Validity Recharge Plan) લઈ શકો છો.
Reliance Jioનો 1299 રૂપિયાનો પ્લાન
Reliance Jioના 1299 રૂપિયાવાળા પ્લાનમાં 24 GB ડેટા મળે છે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો મંથલી રિચાર્જ તરીકે જોવા જઈએ તો આપને દર મહિને સરેરાશ 118 રૂપિયાનો ખર્ચ આવશે.
હાઇ સ્પીડ ડેટા પૂરો થયા બાદ મોબાઇલ ડેટા 64kbpsની સ્પીડમાં ચાલે છે. અનલિમિટેડ વોઇઝ કોલિંગ મળે છે. સાથોસાથ 3600 SMS મળશે. સાથે જ Jio Appsનો ફ્રી એક્સેસ પણ મળશે.
Airtelનો 1498 રૂપિયાનો પ્લાન
Airtelના 1498 રૂપિયાવાળા પ્લાનમાં 24 GB ડેટા મળે છે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો મંથલી રિચાર્જ તરીકે જોઈએ તો એક રીતે આપને દર મહિને 124 રૂપિયાનો ખર્ચ આવશે. હાઇ સ્પીડ ડેટા ખતમ થયા બાદ મોબાઇલ ડેટા 64kbps સ્પીડથી ચાલે છે.
Vodafone Ideaના 1499 રૂપિયાવાળા પ્લાનમાં 24 GB ડેટા મળે છે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો મંથલી રિચાર્જ તરીકે જુઓ તો એક રીતે આપને દર મહિને 125 રૂપિયાનો ખર્ચ આવશે. અનલિમિટેડ વોઈઝ કોલિંગ મળે છે. સાથોસાથ 3600 SMS મળશે. આ ઉપરાંત Vi Movies અને TV Basicની ફ્રી એક્સેસ મળશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર