નવી દિલ્હી. વર્તમાન સમયમાં સ્માર્ટફોન (Smartphone) લોકોની જીવનશૈલી (Lifestyle)નો એક ભાગ બની ગયો છે. મોટાભાગના મધ્યમ વર્ગીય પરિવારો (Middle Class Families)માં વ્યક્તિદીઠ સ્માર્ટફોન હોય તેવું પણ જોવા મળે છે. કેટલાક લોકો બે-બે સ્માર્ટફોન રાખે છે. ત્યારે 32 ટકા કર્મચારીઓ કામ અને વ્યક્તિગત હેતુ માટે 2 અલગ અલગ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
વર્તમાન સમયે વર્ક ફ્રોમ હોમ (Work From Home)નું ચલણ વધ્યું છે, ત્યારે ગૂગલ (Google)ની આગેવાની હેઠળ થયેલા અધ્યયન (Google Research)માં રોચક પાસાઓ સામે આવ્યા છે. અભ્યાસના આંકડા મુજબ 68 ટકા કર્મચારીઓ કામ અને વ્યક્તિગત એમ બંને હેતુ માટે એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ સર્વે અલગ-અલગ સમૂહ પર થયો હતો. સર્વેમાં ભાગ લેનાર 70 ટકા લોકોએ કહ્યું કે, તેઓ પોતાના મોબાઈલમાં યુઝર ઈન્ટરફેસ(UI) પસંદ કરશે, જે સ્પષ્ટ રીતે તેમના ફોનમાં વર્ક તથા વ્યક્તિગત ડેટા અલગ અલગ રાખે.
ગૂગલ અને ક્યુઅલટ્રિક્સના અભ્યાસમાં સામે આવ્યું કે, યુઝર્સે ઉલ્લેખ કર્યો કે કામ અને વ્યક્તિગત એપ્લિકેશનો અને ડેટા વચ્ચેનો સ્પષ્ટ ભાગ તેમને ડિજિટલ સુખાકારી તથા તેમના વ્યક્તિગત જીવન અને તેમના કામ વચ્ચે સંતુલનને સુધારવામાં મદદ કરી શકે છે. લગભગ 85 ટકા કર્મચારીઓ કામ અને પર્સનલ એમ બંને ઉપયોગ માટે એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
ગૂગલે બ્લોગ પોસ્ટમાં વિગતો આપી હતી કે, હાલ ઘરે રહીને કામ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે. ઘણી કંપનીઓએ હાઈબ્રીડ વર્ક પ્લાન જાહેર કર્યા છે, ત્યારે કર્મચારીઓ એક જ ડીવાઇસ પર વર્ક અને પર્સનલ કામ સાથે કરે છે. ઘણા વર્ક અને લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવા અને પ્રાઇવસી માટે ઝઝૂમી રહ્યા છે.
ડેટા પરથી જાણવા મળે છે કે, વર્ક પ્રોફાઇલ યુઝર્સ(81 ટકા) એક જ ડિવાઇસ પર વર્ક અને પર્સનલ જીવનના સંચાલન કરવામાં નોન વર્ક પ્રોફાઈલ ધરાવનાર (71 ટકા) કરતા વધુ સંતુષ્ટ છે.
જ્યારે વર્ક અને પર્સનલ એપ્લિકેશન્સ અલગ અલગ હોય, ત્યારે લોકો તેમના ડેટા અને તેમની સીમાઓ સારી રીતે પારખી શકે છે. તેઓ પાર થઈ શકે અને ન થઇ શકે તેવી સીમાઓ વિશે વધુ જાગૃત રહે છે. વર્ક એકાઉન્ટ સાથે જોડાયેલા ડેટા કંપની જોઈ શકે છે અને આ ડેટા સુરક્ષિત રાખી શકાય છે, તે બાબતે વર્ક પ્રોફાઈલ ધરાવતા યુઝર્સ નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સ કરતા વધુ જાગૃત છે.
દા.ત. 63 ટકા વર્ક પ્રોફાઈલ યુઝર્સને ખ્યાલ છે કે, વર્ક એપ્લિકેશનનો ઉપયોગ IT જોઈ શકે છે. જોકે, ફોનમાં વર્ક એપનો ઉપયોગ કરનાર 39 ટકા નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સને જ આ બાબતનો ખ્યાલ હતો. સર્વેમાં જાણવા મળ્યું કે, વર્ક પ્રોફાઈલ યુઝર્સ વર્ક લાઇફ બેલેન્સ બાબતે નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સ કરતા સંતુષ્ટ હતા, તેવું ગૂગલનું કહેવું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર