મોબાઇલમાં ફોટો એડિટિંગ એપ્સ વાપરનારા સાવધાન, 29 એપ્સ સૌથી ખતરનાક

News18 Gujarati
Updated: February 4, 2019, 12:14 PM IST
મોબાઇલમાં ફોટો એડિટિંગ એપ્સ વાપરનારા સાવધાન, 29 એપ્સ સૌથી ખતરનાક
પ્રતિકાત્મક તસવીર

Trend Microના જણાવ્યા પ્રમાણે આ એપ્સ ખાસ કરીને એશિયા અને તેમાં પણ ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ થઈ હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગૂગલ પ્લે સ્ટોર પર મૂકવામાં આવતી એપ્સની ક્વોલિટી (ગુણવત્તા) અંગે અવાર નવાર સવાલ ઉભા થતાં રહ્યા છે. તાજેતરમાં જ સિક્યોરિટી રિસર્ચ ફર્મ Trend Microના એક રિપોર્ટ બાદ ગૂગલ પ્લે સ્ટોરના સુરક્ષા ચેક પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી 29 જેટલી ફોટો એડિટિંગ એપ્લિકેશન માલવેરનો(એવું સોફ્ટવેર જેને નુકસાન પહોંચાડવાના ઉદેશ્ય સાથે બનાવ્યું હોય) ફેલાવો કરી રહી હતી. જોકે, ગૂગલ તરફથી હાલમાં આ એપ્સને હટાવી દેવામાં આવી છે.

Trend Micro તરફથી ઓફિસિયલ બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે, અમે શોધી કાઢ્યું છે ગૂગલ પ્લે પર રહેલી અનેક ફોટો એડિટિંગ એપ્સ હતી જેને દૂર બેઠાં બેઠાં પણ જાહેરાત બતાવવા માટે કંટ્રોલ કરી શકાતી હતી. આથી આવી એપ્સનો ઉપયોગ માલવેર ફેલાવવા માટે થઈ શકતો હતો.

આ પણ વાંચો :  WhatsApp કે FB નહીં, ગૂગલ પ્લે પર સૌથી વધુ ડાઉનલોડ થઇ PUBG

Trend Micro તરફથી બહાર પાડવામાં આવેલી યાદીમાં Pro Camera Beauty, Emoji Camera, Selfie Camera Pro, Photo Editor, Art Effect, Wallpapers HD અને Prizma Photo Effect વગેરે એપ્સનો સમાવેશ થાય છે. આ એપ્સ યૂઝર્સને એવો કોઈ સંકેત આપતી ન હતી કે તે તેમની જાણ બહાર મોબાઇલને નુકસાન કરી શકે અથવા ડેટા ચોરી થઈ શકે તેવી સામગ્રી તેના ફોનમાં નાખી રહી છે. આમાંથી અમુક એપ્સ યૂઝર્સની જાણ બહાર તેના ફોનમાં પોર્નોગ્રાફિક વીડિયો પ્લેયર ઇન્સ્ટોલ કરી દેતી હતી, અથવા તેમને ફિસિંગ વેબસાઇટ (મૂળ વેબસાઇટ જેવી જ અન્ય વેબસાઇટ) પર લઈ જતી હતી.

આ પણ વાંચો : આ વાયરસ Email Id,પાસવર્ડ હેક કરી ચોરી શકે છે, તમારા ક્રેડિટ કાર્ડની માહિતી

આ તમામ ફોટો એડિટિંગ એપ્લિકેશન હતી, તેમજ તેમાંથી અનેક એપ્લિકેશનની લાખોની સંખ્યામાં ડાઉનલોડ પણ થઈ ચુકી છે. Trend Microના જણાવ્યા પ્રમાણે આ એપ્સ ખાસ કરીને એશિયા અને તેમાં પણ ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ થઈ હતી. સિક્યોરિટી ફર્મના જણાવ્યા પ્રમાણે જે એપ્સ પહેલાથી જ મોબાઇલ ફોન્સમાં ડાઉનલોડ થઈ ગઈ છે તે પોતાનું કામ ચાલુ જ રાખશે. યૂઝર્સ જ્યાં સુધી તેમને પોતાના ફોનમાંથી નહીં હટાવે ત્યાં સુધી તેને દૂર નહીં કરી શકાય.આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાઃ ભારતીય પ્રવાસી મોબાઇલમાં રાખેલા આવા વીડિયોને કારણે પહોંચ્યો જેલ

એપ્સ ડાઉનલોડ કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું?

સામાન્ય રીતે ગૂગલ પોતાના પ્લે સ્ટોર પર મૂકવામાં આવતી એપ્સને ચેક કરે છે, પરંતુ તમામ એપ્સ સુરક્ષિત હશે તેવું કહી શકાય નહીં. આ માટે મોબાઇલ યૂઝર્સ પોતે એટલો સચેત રહે તે જરૂરી છે. જો તમારા ફોનમાં માલવેર સાથેની કોઈ એપ ડાઉનલોડ થઈ જાય છે તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ખોટી એપ્સ તમારા ફોનમાં ન આવે તે માટે જરૂરી છે કે તમે કોઈ પણ એપ્સને ડાઉનલોડ કરતા પહેલા પ્લે સ્ટોર પર અન્ય યુઝર્સે એપ્લિકેશન વિશે લખેલો રિવ્યૂ જરૂર વાંચો. બીજું કે જો તમારે ફોન સાથે આવેલી બેઝિક એપ્લિકેશનની મદદથી તમારું કામ થતું હોય તો શક્ય હોય ત્યાં સુધી કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ ન કરો.
First published: February 4, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading