આ Appsમાં આવ્યો ખતરનાક વાયરસ, બૅન્ક એકાઉન્ટ થઇ શકે છે ખાલી, જલદી કરો Delete

જો તમારા ફોનમાં આમાંથી કોઈ છે, તો તેને તરત જ (delete) ડિલીટ કરો.

'જોકર' (Joker) નામનો આ વાયરસ, Android એપ્લિકેશન્સ દ્વારા યૂઝર્સનના ખાતા ((Bank Account fraud)) માંથી પૈસા ચોરી શકે છે. આ વાયરસ પોતાને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન તરીકે રજૂ કરે છે અને ચુકવણીના નામે યૂઝર્સના ખાતાને હેક કરી શકે છે.

 • Share this:
  'જોકર' નામનો આ વાયરસ, Android એપ્લિકેશન્સ દ્વારા યૂઝર્સનના ખાતા ((Bank Account fraud)) માંથી પૈસા ચોરી શકે છે. આ વાયરસ પોતાને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન તરીકે રજૂ કરે છે અને ચુકવણીના નામે યૂઝર્સના ખાતાને હેક કરી શકે છે.

  ગૂગલ પ્લે સ્ટોર (Google Play) થી એવી કેટલીક 24 એપ્સ શોધી કાઢી છે જે જોકર નામના માલવેરથી પ્રભાવિત છે. 'જોકર' નામનો આ વાયરસ Android એપ્લિકેશન્સ દ્વારા યૂઝર્સોના ખાતામાંથી પૈસા ચોરી શકે છે. આ વાયરસ પોતાને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન તરીકે રજૂ કરે છે અને ચુકવણીના નામે યૂઝર્સના ખાતાને હેક કરી શકે છે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાઇન અપ પ્રક્રિયા માલવેર સાઇલેન્ટ રીતે કરે છે. આ માલવેરની શોધ સાયબર સિક્યુરિટી ફર્મ (cyber security firm) સીએસઆઈએસના સંશોધકો દ્વારા કરવામાં આવી છે.

  આ પણ વાંચો: આ તારીખે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટુ SmartTV થશે લૉન્ચ, જુઓ વીડિયો

  Kuprins કુપ્રીન્સ અનુસાર, આ માલવેર 4,72,000 વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જોકે ગૂગલે પ્લે સ્ટોરથી અસરગ્રસ્ત એપ્લિકેશનને દૂર કરી છે, પરંતુ એવા યૂઝર્સ માટે હજી પણ એક ખતરો છે કે જેમના ફોનમાં હાલમાં આ એપ્સ ઇન્સ્ટોલ છે.

  આ 24 એપ્લિકેશનોની સંપૂર્ણ યાદી છે, જો તમારા ફોનમાં આમાંથી કોઈ છે, તો તેને તરત જ (delete) ડિલીટ કરી નાખો.

  >>> ડિસ્પ્લે કૅમેરા 1.02 (Display Camera 1.02)
  >>> રેપિડ ફેસ સ્કેનર 10.02 (Rapid Face Scanner 10.2)
  >>> લીફ ફેસ સ્કેનર 1.0.3 (Leaf Fase Scanner 1.0.3)
  >>> બોર્ડ પિક્ચર એડિટિંગ 1.1.2 1.1.2 (Board Picture Editing 1.1.2)
  >>> બીચ કૅમેરા 4..૨ (Beach Camera 4.2)
  >>> મીની કૅમેરા 1.0.2 APK (Mini Camera 1.0.2)  >>> ક્યૂટ કૅમેરા 1.04 એપીકે (Cute Camera 1.04 APK)
  >>> ડેઝલ વૉલપેપર 1.01 (Dazzle Wallpaper 1.01)
  >>> સ્પાર્ક વૉલપેપર 1.1.11 (Spark Wallpaper 1.1.11)
  >>>હ્મૂમર કૅમેરા 1.1.5 (Humour Camera 1.1.5)
  >>> પ્રિન્ટ પ્લાન્ટ સ્કેન (Print Plant scan)
  >>> એડવોકેટ વૉલપેપર 1.1.9 1.1.9 (Advocate Wallpaper 1.1.9)  >>> રડ્ડી એસએમએસ મૉડ (Ruddy SMS Mode)
  >>> ઇગ્નાઇટ ક્લીન 7.3 (Ignite Clean 7.3)
  >>> એન્ટી વાયરસ સુરક્ષા-સુરક્ષા સ્કેન, એપ્લિકેશન લોક(Antivirus Security - Security Scan,App Lock)
  >>> કોલેટ ફેસ સ્કેનર એપ્લિકેશન (Collate Face Scanner)
  >>> ક્લાઇમેટ એસએમએસ 3.5 (Climate SMS 3.5)
  >>> ગ્રેટ વીપીએન 2.0 (Great VPN 2.0)  >>> સેર્ટન વૉલપેપર 1.02 APK (Certain Wallpaper 1.02)
  >>> રિવૉર્ડ ક્લીન 1.1.6 APK (Reward Clean 1.1.6 APK)


  >>> ઉમર ફેસ 1.1.2 (Age Face 1.1.2)
  >>> અલ્ટર મેસેજ 1.5 1.5APK (Altar Message 1.5APK)
  >>> સોબી કૅમેરા 1.0.1 (Soby Camera 1.01)
  >>>જાહેર મેસેજ (Declare Message)
  Published by:Bhoomi Koyani
  First published: