વીકમાં 15 કલાક કામ કરીને વર્ષે રૂ. 89 લાખ કમાયે છે 23 વર્ષનો આ યુવક

News18 Gujarati
Updated: December 23, 2019, 4:41 PM IST
વીકમાં 15 કલાક કામ કરીને વર્ષે રૂ. 89 લાખ કમાયે છે 23 વર્ષનો આ યુવક
પ્રતિકાત્મક તસવીર

ઈન્ફોર્મેશન સિસ્ટમની સુરક્ષા માટે એથિકલ હૈકરોની માંગ દિવસેને દિવસે વધી રહી છે. જેનાથી આ ફિલ્ડમાં રોજગારીના અવસરો વધી રહ્યા છે. 23 વર્ષના એક ભારતીય હેકર્સ ઓનલાઈન વગ શોધીને 1.25 લાખ ડોલર એટલે કે 89 લાખ રૂપિયા કમાઈ લે છે.

  • Share this:
નવી દિલ્હીઃ ડિજિટલ દુનિયાનો વિસ્તાર તેજીથી થઈ રહ્યો છે. સાઈબર અટેક (Cyber Attack)ની ઘટનાઓ પણ એટલી જ તેજીથી વધી રહી છે. આઈટી (Information Technology) આધારિત સુરક્ષા પરેશાનીનો સબબ બની રહ્યો છે. ઈન્ફોર્મેશન સિસ્ટમની સુરક્ષા માટે એથિકલ હૈકરોની (Ethical Hackers) માંગ દિવસેને દિવસે વધી રહી છે. જેનાથી આ ફિલ્ડમાં રોજગારીના અવસરો વધી રહ્યા છે. 23 વર્ષના એક ભારતીય હેકર્સ ઓનલાઈન વગ શોધીને 1.25 લાખ ડોલર એટલે કે 89 લાખ રૂપિયા કમાઈ લે છે.

આ કંપની માટે કામ કરે છે
શિવમ વશિષ્ટ એથિકલ હેકર છે. અને સાન ફ્રેન્સિક્સો સ્થિત હેકરવન (HackerOne) કંપની સાથે કામ કરે છે. કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બગ શોધે છે. આ કંપનીના સ્ટાબક્સ (Starbucks), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને ગોલ્ડમેન સેચ્સ (Goldman Sachs), ટ્વીટર (Twitter), જોમેટો (Zomato) અને વનપ્લસ (OnePlus) જેવા ગ્રાહકો છે.

એથિકલ હેકર કોને કહેવાય?
ઈન્ટરનેટ સાથે જોડાયેલા કમ્પ્યૂટરોથી માહિતીઓને ખોટી રીતે પ્રાપ્ત કરનાર હેકર કહેવામાં આવે છે. આ કામને કરનાર વ્યવસાયી લોકોને એથિકલ હેકર કહેવામાં આવે છે.

સપ્તાહમાં 15 કલાક કામ કરે છેહેકિંગગેજેટ 360ના રિપોર્ટ પ્રમાણે, શિવમ હવે પોતાના ભાઈને પણ હેકિંગ શીખવાડે છે. શિવમે જણાવ્યું કે, તેઓ એક સપ્તાહમાં આશરે 15 કલાક હેકિંગમાં વિતાવે છે. કોઈવાર કોઈ વસ્તુ ઉપર અનેક દિવસો સુધી કામ કરે છે. જ્યારે ક્યારેક કેટલાય દિવસો સુધી હેકિંગ કરતો નથી. તેણે જણાવ્યું કે, પોતાના પિતાના રિટાયરમેન્ટ લીવામા મદદ કરી છે. તેઓ પરિવારને દુનિયામાં અનેક જગ્યાએ ટૂર ઉપર લઈ ગયા છે.

એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં હેકર દ્વારા સંચાલિત સુરક્ષા કાર્યક્રમોમાં વાર્ષીક 30 ટકાનો વધારો થાય છે. અમેરિકાના હેકર્સે કુલ બાઉન્ટ્રી પ્રોગ્રામ્સથી 19 ટકા જીત્યા છે. 10 ટકા બાઉન્ટીની સાથે ભારત બીજા સ્થાન ઉપર રહ્યું છે.

19 વર્ષની ઉંમરથી શરુ કર્યું હતું હેકિંગ
તેમણે જણાવ્યું હતું કે, તેણે 19 વર્ષની ઉંમરથી એથિકલ હેકિંગ કરવાનું શરુ કર્યું હતું. તના પરિવારને ચિંતા થઈ પરંતુ ધીરે ધીરે તેમને સમજમાં આવ્યું કે, એથિકલ હેકિંગ કાયદાકિય રીતે યોગ્ય કામ છે. આમાં કરિયર બનાવી શકાય છે. તેણે 20 વર્ષની ઉંમરમાં ઇન્સ્ટાકાર્ટથી પહેલી બાઉન્ટી જીતી. ત્યારબાદ માસ્ટરકાર્ડથી બાઉન્ટી જીતી.
First published: December 23, 2019, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading