Alert! પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ

Alert! પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ
સાઇબર સિક્યુરિટી ફર્મ Avastએ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે

સાઇબર સિક્યુરિટી ફર્મ Avastએ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે

  • Share this:
    ગેમિંગ એપ્સ (Gaming Apps)નો શોખ ધરાવતા યૂઝર્સ સતર્ક થઈ જાઓ. સાઇબર સિક્યુરિટી ફર્મ (Cyber security firm) Avastએ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઉપલબ્ધ 21 એડવેર ગેમિંગ એપ્સને લઈ ચેતવણી જાહેર કરી છે. સાઇબર સિક્યુરિટી કંપની મુજબ, આ 21 એપ્સ હિડન ફેમિલી ટ્રોઝન નો હિસ્સો છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં Google હજુ પણ એડવેર ગેમિંગ એપ્સની તપાસ કરી રહી છે. સેન્સર ટાવરને આપેલા ડેટામં કહેવામાં આવ્યું છે કે આ 21 એપને એપ સ્ટોરથી કુલ 80 લાખ ડાઉનલોડ કરવામાં આવી છે.

    Avastનો દાવો છે કે તેમાંથી અનેક એડવેર ગેમિંગ એપ્સનું પ્રમોશનલ કન્ટેન્ટ YouTube અને બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી હતી. ગૂગલ પ્લે સ્ટોરથી તેને ડાઉનલોડ કર્યા બાદ તે આ ચીજોને નથી દર્શાવતી, જેને તે પ્રમોટ કરી રહી હોય છે, પરંતુ એવું ચોક્કસ થાય છે કે તે યૂઝર્સના ફોનને નકામી વિજ્ઞાપનથી ભરે દે છે.



    અહીં ચેક કરો સમગ્ર યાદી...
    1. Shoot Them
    2. Crush Car
    3. Rolling Scroll
    4. Helicopter Attack - NEW
    5. Assassin Legend - 2020 NEW
    6. Helicopter Shoot
    7. Rugby Pass
    8. Flying Skateboard
    9. Iron it
    10. Shooting Run
    11. Plant Monster
    12. Find Hidden
    13. Find 5 Differences - 2020 NEW
    14. Rotate Shape
    15. Jump Jump
    16. Find the Differences - Puzzle Game
    17. Sway Man
    18. Desert Against
    19. Money Destroyer
    20. Cream Trip - NEW
    21. Props Rescue

    આ પણ વાંચો, Flipkart Big Diwali Sale: ફ્લિપકાર્ટ દિવાળી સેલ શરૂ, આ સ્માર્ટફોન્સ પર મળી રહી છે બમ્પર છૂટ

    આ પણ વાંચો, આ વર્ષે સોનાની ચમક ઝાંખી પડી, ડિમાન્ડ ઘટતાં તૂટી શકે છે 25 વર્ષનો રેકોર્ડ!

    જોકે તેની પર ડેટા ચોરીનો આરોપ નથી લાગ્યો. આ 21 એપ્સને 8 મિલિયનથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. આ એપ્સને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની એડવેરમાં બાકી મેલવેરથી ઓછી ખતરનાક મેલિશિયસ કોડની સાથે આવે છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 30, 2020, 15:09 pm

    टॉप स्टोरीज