198 રૂપિયાનો છે JIOનો આ પ્લાન, આખો મહિનો મળશે આટલું બધું મફત

News18 Gujarati
Updated: June 22, 2019, 3:35 PM IST
198 રૂપિયાનો છે JIOનો આ પ્લાન, આખો મહિનો મળશે આટલું બધું મફત
પ્રતિકાત્મક તસવીર

મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની વાત આવે તો જીયોથી સસ્તો અને સારો પ્લાન કોઇ લાગતો નથી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની વાત આવે તો જીયોથી સસ્તો અને સારો પ્લાન કોઇ લાગતો નથી. જિયો તરફથી 50 રૂપિયાથી ઓછાનો પ્લાન મળે છે. જેમાં JioPhoneનાં યુઝર્સ આખો મહિનો મફતમાં કોલ કરી શકે છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે જિયોનો એક પ્લાન કે જે 198 રૂપિયામાં રિચાર્જ કરવાનું રહેશે. આ પ્લાનનાં ફાયદાઓ અંગે થોડું જાણીએ.

આ પ્લાનમાં પહેલા યૂઝર્સને પ્રતિદિન 1.5જીબી ડેટા મળતો હતો પરંતુ હજી 2 જીબી ડેટા મળશે. આની વેલિડિટી 28 દિવસોની છે જેમાં પ્રતિદિવસ 2 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને પ્રતિદિન 100 એસએમએસ મળશે. બતાવી દઇએ કે આ પ્લાનની સાથે તમને જીઓની દરેક એપનું પણ સબ્સિક્રિપ્શન પણ મળશે.

આ પણ વાંચો : સરળ છે WhatsApp મેસેજ સેવ કરવું, નહીં પડે સ્ક્રીન શોટની જરૂર

આ પ્લાનમાં મળશે 3 મહિનાનો ફાયદો

ગ્રાહક 449 રૂપિયાનાં રિચાર્જ પર 3 મહિના સુધી મફત સર્વિસીઝનો ફાયદો મેળવી શકો છો. આ પ્લાનમાં ગ્રાહકને 499નું રિચાર્જ કરવાનું રહેશે. જેની વેલિડિટી 91 દિવસની છે.

આ પ્લાનમાં ગ્રાહકને પ્રતિદિવસ 1.5 જીબી ડેટા એટલે કે 91 દિવસોમાં 136.5 ડેટા મળશે. પ્લાનમાં અનલિમિટેડ (100 પ્રતિ દિવસ) એસએમએસનો ફાયદો પણ આપવામાં આવશે. આ ઉપરાંત કોલિંગ સર્વિસની વાત કરીએ તો ગ્રાહક 449 રૂપિયાનાં રિચાર્જ પર અનલિમિટેડ કોલનો ફાયદો ઉઠાવી શકો છો.(ડિસ્ક્લેમર: ન્યૂઝ18 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું માલિકીપણું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે છે.)
First published: June 22, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading