જુલાઇથી સપ્ટેમ્બરના બીજા વીકની વચ્ચે ગૂગલે પ્લે સ્ટોરે (google play store) 17 વાયરસ ઇન્ફેક્ટેડ એપ્સ (Virus Apps)ને ડિલિટ કર્યા છે. જેમાંથી 11 એપ્સને જુલાઇ મહિનામાં અને બાકીના 6 એપ્સને ગત સપ્તાહે દૂર કરવામાં આવ્યા હતા. આ 17 એપ્સ હવે ગૂગલ પ્લે સ્ટોર પર હાજર નથી અને તેને હવે ડાઉનલોડ પણ નહીં કરી શકાય. આ 17 એપ્સમાં મેલવેયર જોકરનું નવું વેરિયન્ટ (joker malware) જોવા મળ્યું હતું. જે કારણે આ પગલા લેવામાં આવ્યા છે.
ચેક પોઇન્ટના રિસર્ચર્સે જુલાઇમાં 11 એપ્સને સ્પોટ કર્યા હતા. જે વાયરસથી પ્રભાવિત હતા. રિપોર્ટ મુજબ ગૂગલે આ એપ્સને 2017થી ટ્રેક કરી રહ્યું હતું. 11 એપ્સને ડિલિટ કર્યા પછી ખતરનાક જોકર મેલવેયર ગૂગલ પ્લે સ્ટોરના 6 નવા એપ્સમાં પણ જોવા મળ્યું હતું. જે પણ પાછળથી દૂર કરવામાં આવ્યા છે.
સાઇબર સિક્યોરિટી ફર્મ Pradeo મુજબ પ્લે સ્ટોરથી દૂર કર્યા પહેલા આ 5 એપ્સને લગભગ 200,000 વાર ડાઉનલોડ કરવામાં આવ્યા છે. ત્યારે આ 17 એપ્સનું લિસ્ટ વાંચો જે આ મુજબ છે.
આ 17 એપ્સ હાલ તો પ્લે સ્ટોર પર હાજર નથી પમ જો તમે આ એપને તમારા મોબાઇલમાં ડાઉનલોડ કર્યા હોય કે તે પછી પહેલાથી જ તમારા ફોનમાં આ હાજર હોય તો ચેક કરીને આ એપ્સને તરત જ તમારા ફોનમાંથી ડિલિટ કરો. Checkpointના રિસર્ચર્સે જોકર મેલવેયરના નવા વેરિયંટને ડિસ્કવર કર્યું છે.
જો એપ્સમાં છુપાઇ જાય છે. નવા અપટેડેટ જોકર મેલવેર ડિવાઇસમાં અનેક રીતના મેલવેયરને ડાઉનલોડ કરે છે. જે પછી યુઝર્સની પરમિશન વગર જ પ્રીમિયર સર્વિસના મેમ્બર બનાવી દે છે. અને હેકર્સ આ પ્રભાવિત એપ્સ દ્વારા ચૂપચાપ પ્રીમિયર સર્વિસનું સબ્સક્રિપ્શન લે છે. અને તે વિષે યુઝર્સને પણ કંઇ ખબર નથી પડતી. અને તેમની સાથે છેતરપીંડી થવાની સંભાવના પણ વધી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર