Home /News /tech /15 વર્ષના YouTuber પાસે છે 100 કરોડની લક્ઝરી કાર, છતાં નથી કરી શકતો ડ્રાઇવ?

15 વર્ષના YouTuber પાસે છે 100 કરોડની લક્ઝરી કાર, છતાં નથી કરી શકતો ડ્રાઇવ?

YouTuber ના કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર સામેલ છે.

ડફરે 2019 માં યુટ્યુબ (YouTuber) પર તેની ડોનાલ્ડ ચેનલ શરૂ કરી હતી. હવે તેના 6 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ઉપરાંત, તેના Instagram અને Tik Tok પર લાખો ફોલોઅર્સ છે.

તમે દુનિયામાં એકથી એક કારના શોખીન (Car Lovers) તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવા વ્યક્તિને જોયા છે જે માત્ર લક્ઝરી કાર (Luxury car) ખરીદે છે, પરંતુ તેને ચલાવી શકતા નથી. અમે જેની વાત કરી રહ્યા છીએ, તેનું નામ છે ડોનાલ્ડ ડફર. ડોનાલ્ડ યુએસએના કેલિફોર્નિયામાં રહે છે અને વ્યવસાયે યુટ્યુબર (YouTuber) છે.

ડોનાલ્ડ આટલી નાની ઉંમરે દર મહિને લગભગ £20,000 (લગભગ 20 લાખ રૂપિયા) કમાય છે. ખાસ વાત એ છે કે અહીં 10 મિલિયન પાઉન્ડ એટલે કે 100 કરોડની લક્ઝરી કાર પણ છે. આ સંગ્રહમાં બુગાટી ચિરોન અને ફેરારી લા ફેરારી જેવી કારનો સમાવેશ થાય છે.

6 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
ડફરે 2019 માં યુટ્યુબ પર તેની ડોનાલ્ડ ચેનલ શરૂ કરી હતી. હવે તેના 6 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ઉપરાંત, તેના Instagram અને Tik Tok પર લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયોમાં લાઈફસ્ટાઈલથી લઈને ટીખળો અને કારનો સમાવેશ થાય છે. તેની પાસે જે કાર છે તેમાંની એક બુગાટી ચિરોન છે, જે વિશ્વની સૌથી ખાસ કારોમાંની એક છે, કારણ કે આ મોડલની માત્ર 110 કાર જ બનાવવામાં આવી હતી.

આ કાર આ કારણે છે ખાસ
લિમિટેડ એડિશન મોડલ બુગાટીના 110મા જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે બનાવવામાં આવ્યું હતું. તેની ડિઝાઇન ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજના રંગ સાથે મેળ ખાય છે. આ કાર માત્ર 2.4 સેકન્ડમાં 0-62 mphની ઝડપે જઈ શકે છે. તેની ટોપ સ્પીડ 260 mph છે. તેની કિંમત લગભગ 3.3 મિલિયન પાઉન્ડ અથવા લગભગ 31 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો- Audi લોન્ચ કરશે તેની સૌથી સસ્તી કાર, હોય શકે છે Electric Vehicale

ફેરારી પણ કલેક્શનનો એક ભાગ છે
ડફરના સંગ્રહમાં અન્ય એક વિશેષ ઉમેરો ફેરારી લા ફેરારી છે, જે પોર્શ અને મેકલેરેન હાઇપરકારને હરીફ કરે છે. આ એક હાઇબ્રિડ મોડલ છે. તેની સાથે જોડાયેલ ઇલેક્ટ્રિક મોટર તેને ઝડપ સુધી પહોંચવામાં મદદ કરે છે. તેની ટોપ સ્પીડ 217mph છે. તેની કિંમત લગભગ 1 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 9 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો- આ 8 રીતે તમે સોશિયલ મીડિયા પર તમારી જાતને રાખી શકો છો સુરક્ષિત

આ કારણે ચલાવી શકતા નથી કાર
ડોનાલ્ડના કલેક્શનમાં અન્ય એક ખાસ કાર પેગની હુઆયરા રોડસ્ટર છે. તેનું V12 એન્જિન 753 bhpનો પાવર જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 210 mph છે. તેની કિંમત લગભગ 21 કરોડ રૂપિયા છે. આ સિવાય યુટ્યુબરના કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર સામેલ છે. પરંતુ, આટલી મોંઘી કાર હોવા છતાં તેઓ તેને ચલાવી શકતા નથી. આનું કારણ એ છે કે ડોનાલ્ડ હાલમાં 15 વર્ષનો છે અને કેલિફોર્નિયા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) મેળવવા માટે ઓછામાં ઓછા 16 વર્ષનો હોવો જોઈએ.
First published:

Tags: Expensive, Luxury car, OMG News, Youtuber

विज्ञापन