Home /News /tech /

15 વર્ષના છોકરાએ માત્ર રૂ. 278માં બનાવ્યું રૂ. 12000નું Apple Airpod

15 વર્ષના છોકરાએ માત્ર રૂ. 278માં બનાવ્યું રૂ. 12000નું Apple Airpod

સેમ કેશબુક નામના આ છોકરાએ વાઈસ વેબસાઈટને જણાવ્યું કે, મે આ પ્રોજેક્ટને લગભગ બે મહિના પહેલા શરૂ કર્યો હતો

સેમ કેશબુક નામના આ છોકરાએ વાઈસ વેબસાઈટને જણાવ્યું કે, મે આ પ્રોજેક્ટને લગભગ બે મહિના પહેલા શરૂ કર્યો હતો

    નવું એરપોડ ખરીદવા લગભગ 160 ડોલર(12 હજાર રૂપિયા0 ખર્ચ થાય છે. પરંતુ, 15 વર્ષીય એક છોકરાએ વાયર સાથે આવતા એપ્પલના એરપોડને માત્ર ચાર ડોલર (ભારતીય 278 રૂપિયા)માં એરપોડ બનાવી દીધુ. રેડિટ યૂઝર છોકરાએ જુના એપ્પલના એક જોડી હેડફોન માટે અને તેના પર ગરમ ગ્લી લગાવી તેને ડીઆઈવાઈ વાયરલેસ ઈયરબડ્સમાં ફેરફાર કરી દીધો.

    સેમ કેશબુક નામના આ છોકરાએ વાઈસ વેબસાઈટને જણાવ્યું કે, મે આ પ્રોજેક્ટને લગભગ બે મહિના પહેલા શરૂ કર્યો હતો, જ્યારે મારા દોસ્તને તેના જન્મ દિવસ પર એરપોડ્સ મળ્યો હતો. અને મે વિચાર્યું કે, આ વસ્તુ ખુબ મોંઘી છે અને હું તેને ઘર પર બનાવી શકું છું.

    સેમે યૂ-ટ્યુબ પર તેવા લોકોના વીડિયો જોવાનું શરૂ કર્યું જે જાતે એરપોડ બનાવી રહ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે, એપ્પલના હેડફોનના વાયર કાપવા મજાક છે.

    ત્યારબાદ, સેમે ebayથી હેન્ડ્સ-ફ્રી બોન કન્ડક્શન હેડસેટ ( આ આપણા કાનની બહારથી કાનની અંદર સાઉન્ડ વાઈબ્રેશન ટ્રાંસફર કરે છે) ખરીદ્યા, અને પછી તેના કેસને હટાવી દીધા. સેમે હેડસેટના સ્પીકરમાંથી વાયર કાઢી લીધા અને પોતાના જુના એપ્પલના ઈયર બડને હેડસેટના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ સાથે જોડી દીધા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Cost, Which

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन