હવે તમામ ઇમરજન્સી માટે એક જ નંબર, ડાયલ કરવો 112 નંબર

તમામ સુવિધાઓ તમને 112 નંબર ડાયલ કરવા પર મળી જશે.

News18 Gujarati
Updated: February 16, 2019, 4:19 PM IST
હવે તમામ ઇમરજન્સી માટે એક જ નંબર, ડાયલ કરવો 112 નંબર
હવે માત્ર 112 ડાયલ કરવા પર થશે Emergency કામ
News18 Gujarati
Updated: February 16, 2019, 4:19 PM IST
લોકો આપાતકાલીન સેવાઓ માટે 112 ડાયલ કરી શકે છે અથવા તમારા સ્માર્ટફોનના પાવર બટનને ત્રણ વાર દબાવી શકો છો. આ ઉપરાંત નોર્મલ મોબાઇલમાં 5 અથવા 9 નંબરોને લોન્ગ પ્રેસ કરો, આ ઇમરજન્સી નંબર 112 એક્ટિવેટ થઇ જશે.

નવી દિલ્હી: અત્યાર સુધી પોલીસ (100), હોસ્પિટલ (108), વ્યક્તિગત સેવા માટે 1090 અને ફાયરસ્ટેશન 101 જેવા જરુરી નંબરથી અલગ-અલગ સેવા મેળવી શકતા હતા. કારણે કોઇપણ ઇમરજન્સી સેવાઓ માટે સહાયતા મળી શકે. પરંતુ હવે તમારે આ નંબરોથી ફોન અને ડાયરી રાખવાની જરુર રહેશે નહીં. કારણકે આ તમામ સુવિધાઓ તમને 112 નંબર ડાયલ કરવા પર મળી જશે.

112 નંબરો ડાયલ કરવાથી આ તમામ સેવાઓ 19 ફેબ્રુઆરીથી મળશે. આ સિંગલ કટોકટી નંબરની સેવા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવાઓ મળશે. આ ઇમરજન્સી નંબર હિમાચલ અને નાગાલેન્ડમાં હાલ શરુ છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "કટોકટી સેવાઓ માટે 112 ડાયલ કરી શકે છે અથવા સ્માર્ટફોનના પાવર બટનને લાંબા સમય સુધી પ્રેસ કરી શકે છે. આ ઉપરાંત નોર્મલ ફોનમાં 5 અથવા 9 નંબરને લોન્ગ પ્રેસ કરો, આ ઇમરજન્સી નંબર એક્ટિવેટ થઇ જશે.

નંબર સાથે સાથે 112 નામથી ગૂગલ પ્લેસ્ટોર અને એપલ સ્ટોર પર ફ્રીમાં એપ પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી સેવાનો લાભ લઇ શકો છો. આ એપમાં મહિલાઓ અને બાળકોને ખબૂ ઝડપથી મદદ મળી શકે છે. આ એપ્લિકેશનમાં "SHOUT" નામથી ફિચર ઉપલબ્ધ છે. તેનાથી વિસ્તારની આસપાસના રજિસ્ટર્ડ સ્વયંસેવકો તરત જ મદદ માટે મોકલવામાં આવશે.

યુ.એસ. માં આ સેવા '911' પર ઉપલબ્ધ છે. આ એક જ નંબર ડાઇલ કરી તમામ કટોકટી સુવિધાઓ મેળવી શકાય છે.
First published: February 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...