Home /News /tech /

Redmiનો 108 મેગાપિક્સલ વાળો ફોન ઓછી કિંમતમાં ખરીદવો છે? મળી રહી છે Best Offer

Redmiનો 108 મેગાપિક્સલ વાળો ફોન ઓછી કિંમતમાં ખરીદવો છે? મળી રહી છે Best Offer

ગ્રાહક શિયોમીના મિડ-રેન્જ ફોન રેડમી નોટ 11S (Redmi Note 11S)ને ઓછી કિંમતે ખરીદી શકે છે.

Xiaomi Best Offer: જો તમે કોઈ નવો ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો જણાવી દઇએ કે ગ્રાહક શિયોમીના મિડ-રેન્જ ફોન રેડમી નોટ 11S (Redmi Note 11S Discount)ને ઓછી કિંમતે ખરીદી શકે છે.

    Xiaomi Offer: શિયોમી (Xiaomi)ના ફોન ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ આપવા માટે પોપ્યુલર છે. શિયોમી ગ્રાહકોની સુવિધા મુજબ ફોનમાં એકથી એક જોરદાર ફીચર્સ આપે છે, અને ખાસ વાત એ છે કે ફોનની કિંમત વધારે નથી રાખતી. આ ઉપરાંત, કંપની ફોન પર અઢળક ઓફર્સ (Xiaomi Smartphone Offers) આપે છે. જો તમે કોઈ નવો ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો જણાવી દઇએ કે ગ્રાહક શિયોમીના મિડ-રેન્જ ફોન રેડમી નોટ 11S (Redmi Note 11S Discount)ને ઓછી કિંમતે ખરીદી શકે છે.

    Redmi Note 11S Offer

    Mi.com પર મળતી માહિતી મુજબ ગ્રાહક આ ફોનને 14,499 રૂપિયામાં ઘરે લાવી શકે છે. એટલું જ નહીં ICICI Summer Bonanza હેઠળ ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 1,250 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. Redmi નોટ 11S ની સૌથી ખાસ વાત તેનો 108 મેગાપિક્સલનો કેમેરા છે.

    આ પણ વાંચો: જલ્દી લોન્ચ થવા જઈ રહી છે આ ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવા પર ચાલશે 700 km

    Redmi Note 11S Specifications

    Redmi Note 11S માં 2400×1080 પિક્સલવાળી 6.43 ઇંચની AMOLED Dot ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોનમાં MediaTek Helio G96 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    આ ફોન ત્રણ સ્ટોરેજ- 6GB રેમ અને 64GB સ્ટોરેજ, 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ્સ અને 8GB અને 128GB મૉડલમાં આવે છે. ગ્રાહકો Redmi Note 11S ફોનને કલર ઓપ્શન Horizon Blue, Polar White અને Space Black shadesમાં ઘરે લાવી શકે છે.

    આ પણ વાંચો: 2 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થઈ દમદાર Smartwatch, 10 દિવસ ચાલશે બેટરી

    સૌથી ખાસ છે તેનો કેમેરા

    Redmi Note 11S સ્માર્ટફોનમાં 90Hz AMOLED ડિસ્પ્લે અને 108 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યો છે. સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ, 2 એમપીનો ડેપ્થ સેન્સર તથા 2 એમપીનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MP કેમેરા લગાવવામાં આવ્યો છે.

    મળશે પાવરફુલ બેટરી

    Redmi Note 11Sમાં 33W Pro ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર છે. તેમાં 3.5mm હેડફોન જેક અને ડ્યુઅલ સ્પીકર્સ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Redmi, Xiaomi Phone, Xiaomi redmi

    આગામી સમાચાર