Xiaomiની ઓફરમાં ખૂબ સસ્તો મળી રહ્યો છે 8GB રેમ અને 108 મેગાપિક્સેલનો આ બજેટ ફોન

Mi 10i કુલ ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ 6GB+64GB, 6GB+128GB તથા 8GB+128GBમાં ઉપલબ્ધ છે.

Mi 10i કુલ ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ 6GB+64GB, 6GB+128GB તથા 8GB+128GBમાં ઉપલબ્ધ છે.

  • Share this:
Xiaomiની સત્તાવાર વેબસાઈટમાં એક્સચેન્જ ડેઝ ચાલી રહ્યો છે. આ સેલમાં ગ્રાહક પોતાના જુના ફોનને બદલી મસમોટી છુટ મેળવી શકે છે. આજે 3 ઓગસ્ટના રોજ એક્સચેન્જ ડેઝનો બીજો દિવસ છે.

ખરીદી પર મોટો ફાયદો

આ દરમિયાન Mi 10iને સસ્તામાં ખરીદી શકાય છે. Mi.com દ્વારા મળેલી જાણકારી મુજબ Mi10 માત્ર રૂ. 20,499માં મળી રહ્યો છે. આ ઉપરાંત રૂ. 3000ની વધારાની છૂટ પણ મળી રહી છે. જો તમે SBI કાર્ડ દ્વારા ખરીદી કરો છો તો તમને રૂ. 1500નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત આ ફોન સાથે ગ્રાહક Mi Wifi સ્માર્ટ સ્પીકરને માત્ર રૂ. 1999માં ખરીદી શકે છે.

વર્તમાન સમયે Mi 10i કુલ ત્રણ સ્ટોરેજ વેરિએન્ટ 6GB+64GB, 6GB+128GB તથા 8GB+128GBમાં ઉપલબ્ધ છે. આ ફોન 108 મેગાપિક્સલ અને 8GB જેવા આધુનિક ફીચર સાથે ઓછી કિંમતમાં મળે છે. અહીં આ ફોનનું ફૂલ સ્પેસિફિકેશન દર્શાવવામાં આવ્યું છે.

Mi 10iનું સ્પેસિફિકેશન

- 6.67 ઈંચનું ફૂલ HD+ (2400 x 1080 પિકસલ) રિઝોલ્યુશનવાળી ડોટ ડિસ્પ્લે

- સ્ક્રીનનો 120 હર્ટઝ અડેપ્ટિવ ડિસ્પ્લે રેટ

- ફ્રન્ટ અને બેકમાં ગોરીલા ગ્લાસ 5

- Pacific Sunrise, Atlantic Blue, અને Midnight Black એમ ત્રણ કલર ઓપ્શન

- એન્ડ્રોઇડ આધારીત MIUI 12

- હેન્ડસેટની સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર

આ પણ વાંચો: WhatsApp પર હવે સરળતાથી છુપાવી શકો છો પ્રાઇવેટ Chats, કોઇને ખબર નહીં પડે

108 મેગાપિક્સેલનો કેમેરો

આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમજ 5G કનેક્ટિવિટી સપોર્ટ કરતું X52 5G છે. આ મોબાઈલમાં F/1.75 અપાર્ચર સાથે 108 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરો (Samsung HM2) મળે છે. આ હેન્ડસેટમાં કુલ 4 રિયર કેમેરામાં F/2.2 અપર્ચર સાથે 8 મેગાપિક્સલ વાઈડ એંગલ, 2 મેગાપિક્સેલ મેક્રો અને 2 મેગાપિક્સેલ ડેપ્થ સેન્સર કેમેરા આપેલા છે. સાથે જ સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 મેગાપિક્સેલ કેમરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: લોન્ચિંગ પહેલા જ RedmiBook 15ના ફીચર્સ અને કિંમત લીક, 3 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ

આ ફોનમાં 4820mAhની બેટરી છે. ફોન સાથે બોક્સમાં 33 વોટનું ચાર્જર મળે છે. કનેક્ટિવિટી માટે ડ્યુલ સ્ટીરિયો સ્પીકર્સ, 3.5 MM હેડફોન જેક, USB ટાઈપ સી પોર્ટ, IR સેન્સર આપવામાં આવે છે.
First published: