વોટ્સએપ સ્માર્ટફોન યૂઝર્સ માટે તો સૌથી પસંદનું મેસેજિંગ પ્લેટફોર્મ છે જ, પરંતુ હવે છેતરપિંડી કરનારાઓ માટે નવું ટૂલ બની ગયું છે. વોટ્સએપ ખૂબ જ ઝડપથી ફેક ન્યૂઝ, ફિશિંગ અટેક અને સ્પેમ મેસેજનું માધ્યમ બનતો જઈ રહ્યો છે. વોટ્સએપ પર લોકોને અનેક એવા મેસેજ આવી રહ્યા છે જેનાથી યૂઝર્સની અંગત જાણકારીની સાથે બેન્કીંગ ડિટેલ પણ માગવામાં આવી રહી છે. જાણો તે 10 WhatsApp messages જેની પર તમે ભૂઇથી પણ ક્લિક ન કરશો..
Adidas free Shoes વોટ્સએપ પર ફ્રી એડિડાસ શૂઝ જીતવાનો એક ફેક મેસેજ વાઇરસ થઈ રહ્યો છે. જેમાં યૂઝર્સને એક લિંક પર ક્લિક કરીને Adidasના એક એવા કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં કંપનીએ 3000 ફ્રી શૂઝ આપવાની વાત કહેવામાં આવી છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કોન્ટેસ્ટ Adidas પોતાની 93મી વર્ષગાંઠ પર રજૂ કરી રહી છે.
Zara Voucher message એડિડાસની જેમ વોટ્સએપ પર ફેશન બ્રાન્ડ Zaraના ફ્રી વાઉચરનો સ્પેમ મેસેજ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મેસેજમાં યૂઝર્સને તેમની પર્સનલ ડીટેલ અને કોન્ટેક્ટ માગવામાં આવી રહી છે.
Pizza Hut free large pizza પિઝ્ઝા હટના નામથી એક એવો સ્પેમ મેસેજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં યૂઝર્સને ફ્રીમાં લાર્જ pizza આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
WhatsApp subscription for premium messages જાણી લો કે WhatsApp ફ્રી મેસેજિંગ સર્વિસ એપ છે. તેના માટે કંપની કોઈ પૈસા નથી લેતી. પરંતુ હાલમાં WhatsApp પર પ્રીમિયમ સબસ્ક્રીપ્શન માટે ફેક મેસેજ વાઇરલ થઈ રહ્યા છે, જેમાં યૂઝર્સ પાસે પૈસા માગીને પર્સનલ ડીટેલ હેક કરવામાં આવી રહી છે.
Free beer from Heineken એડિડાસની જેમ બિયરની જાણીતી બ્રાન્ડના નામથી સ્પેમ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે, જેમાં ફ્રી બિયર મેળવવા માટે યૂઝર્સને એક ફેક link પર ક્લિક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
Martinelli video will crash your phone મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, માર્ટિનિલીનો વીડિયો ખોલતાં તમારો ફોન હેક થઈ જશે. જો તમને પણ આવો મેસેજ આવ્યો છે તો તેને તાત્કાલીક delete કરી દો, કારણ કે તે માત્ર એક સ્પેમ છે.
Change WhatsApp colour message વોટ્સએપનો કલર બદલવા માટે એક ફેક ફિશિંગ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, WhatsAppની ઓફિશિયલ એપમાં કલર બદલવા માટે કોઈ ઓપ્શન નથી.
Amazon Big Billion sale offer ફસ્ટિવ સીઝન સેલનો ફાયદો ઉઠાવતાં અનેક ધૂતારા Amazon પર ઓફર્સના ફેક મેસેજ મોકલી રહ્યા છે.
Download Image અજાણ્યા સોર્સથી મોકલવામાં આવેલો ફોટો, GIF કે મલ્ટીમિડીયાને ડાઉનલોડ ન કરે. તેનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે.
Flipkart Christmas Sale આમાં યૂઝર્સને ફેક ફ્લિપકાર્ટ ક્રિસમસ કાર્નિવલ સેલમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ પર્સનલ ડીટેલ હેક કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર