ચેતજો, આ 10 Passwords ભૂલથી પણ ન વાપરતા નહીંતર ખાલી થઈ શકે છે એકાઉન્ટ!

આસાન પાસવર્ડ ખતરો બની શકે છે

tech news- જો તમે કોઈ કોમન પાસવર્ડ (Common password)રાખી લો છો, તો તે હેક (hack)થવાની શક્યતાઓ પણ વધારે છે

  • Share this:
ઈન્ટરનેટના (Internet)જમાનામાં લોકોને પાસવર્ડની (Passwords)વધુ જરુર પડતી હોય છે. એવામાં જો તમે કોઈ કોમન પાસવર્ડ (Common password)રાખી લો છો, તો તે હેક (hack)થવાની શક્યતાઓ પણ વધારે છે. ઘણા લોકો પોતાની જન્મ તારીખ કે પછી લગ્નની તારીખ રાખે છે. કેટલાક લોકોને પોતાનો મોબાઈલ નંબર રાખવાની આદત હોય છે. જોકે, આવું ના કરવું જોઈએ. મોઝિલા ફાઉન્ડેશન (Mozilla Foundation)ના રિપોર્ટમાં પાસવર્ડ ક્રિએટ કરતી વખતે સુપરહીરોના નામ પણ પાસવર્ડમાં ના રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ઈન્ટરનેટ યૂઝર્સ ઘણી વખત સુપરહીરોના નામ પાસવર્ડમાં રાખતા હોય છે. જેનાં કારણે હેકર્સ સરળતાથી તેમના ડેટા મેળવી લેતા હોય છે. Haveibeenpwned.comનાં આંકડાઓ પર આધારિત સ્ટડી દ્વારા જાણવા મળે છે કે, સુપરહીરોનાં નામ વાળા પાસવર્ડ વધુ હેક થનારા અકાઉન્ટમાંથી એક છે, માટે આવા પાસવર્ડ વાપરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. અહીં એ પણ કહેવામાં આવ્યું છે કે ,કોઈ પણ ફર્સ્ટ નેમ, જન્મ તારીખ અથવા 12345 જેવા કોમ્બિનેશન અને azerty જેવા શબ્દો પાસવર્ડમાં વધુ વાપરવામાં આવે છે. આ નામો હેકર્સ માટે સૌથી વધું સરળ છે.

આ પણ વાંચો - ઇન્સ્ટાગ્રામના ઉપયોગમાં કિશોરો પર લાગશે લગામ, માતાપિતાને અપાશે કંટ્રોલની સુવિધા

10 એવા પાસવર્ડ જે સૌથી વધુ હેક થાય છે

સુપરમેન (Superman)
બેટમેન(batman)
સ્પાઈડરમેન (spiderman)
વોલ્વેરિઅન (Wolverine)
આયર્નમેન (ironman)
વંડરવુમન (wonder woman)
ડેરડેવિલ (Daredevil)
થોર (Thor)
બ્લેકવિડો (Black Widow)
બ્લેક પેંથર (Black Panther)

ઉપર જણાવેલા તમામ પાસવર્ડ એવા છે જે સૌથી વધુ હેક થાય છે. James Howlett/Logan, Clark Kent, Bruce Wayne અને Peter Parker પણ એવા પાસવર્ડ છે, જે વધુ હેક થાય છે. કોઈ પણ વસ્તુમાં જ્યા પાસવર્ડ અઘરો (complex) હશે, ત્યાં તેને હેક કરવું પણ એટલું જ અઘરું હશે. મુશ્કેલ પાસવર્ડમાં સંખ્યાઓ અને અક્ષરોની ગોઠવણી કરવી હેકર્સ માટે અઘરી હોય છે.

નોર્ડપાસ (Nord Pass)ના વાર્ષિક રિપોર્ટમાં વર્ષ 2020માં સૌથી વધુ વપરાયેલા પાસવર્ડની વાત કરવામાં આવી છે. પોતાના રિપોર્ટમાં Nord Passએ કહ્યું છે કે, વર્ષ 2020માં 123456 સૌથી કોમન પાસવર્ડ હતો. 2.3 કરોડ લોકોએ આ પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો.

123456 બાદ 123456789 એવો બીજો પાસવર્ડ છે જે સૌથી વધુ વપરાયો છે. picture1 ત્રીજો એવો વધુ વપરાયેલો પાસવર્ડ છે. નોર્ડપાસે આ અઠવાડિયાની શરુઆતમાં પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં 200 કોમન પાસવર્ડ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક પાસવર્ડને ક્રેક થવામાં 3 વર્ષ સુધીનો સમય લાગી જાય છે, જ્યારે કેટલાક પાસવર્ડ માત્ર 1 સેકન્ડમાં ક્રેક થઈ જતા હોય છે.
First published: