Home /News /tech /

ભારતમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે આ 10 બેસ્ટ સ્માર્ટફોન્સ, મળશે શાનદાર ફીચર્સ

ભારતમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે આ 10 બેસ્ટ સ્માર્ટફોન્સ, મળશે શાનદાર ફીચર્સ

બેસ્ટ સ્માર્ટફોન ફોર સ્ટુડન્ટ (પ્રતીકાત્મક તસવીર)

10 best smartphones for students: ભારતીય સ્માર્ટફોન માર્કેટ (Indian Smartphone Market)માં એવા ઘણા ફોન્સ ઉપલબ્ધ છે જે ખાસ સ્ટુડન્ટ્સ (Students)ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવાયા હોય.

મુંબઈ: જો તમે પણ કોઇ નવો સ્માર્ટફોન (New Smartphone) ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે પણ એક ફિક્સ બજેટ (Budget)માં તો અમે તમને અમુક બજેટ ફ્રેન્ડલી (Budget Friendly) પરંતુ દમદાર ફીચર્સવાળા સ્માર્ટફોન્સ (Best Featured Smartphones) વિશે માહિતી આપીશું. ભારતીય સ્માર્ટફોન માર્કેટ (Indian Smartphone Market)માં એવા ઘણા ફોન્સ ઉપલબ્ધ છે જે ખાસ સ્ટુડન્ટ્સ (Students)ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવાયા હોય. જેમાં તમે દમદાર બેટરી (Battery), કેમેરા સેટઅપ (Camera Set Up) અને સ્ટોરેજ ઓપ્શન (Storage) મળી રહે છે. તો ચાલો નજર કરીએ બજેટ ફ્રેન્ડલી અને સ્ટુડન્ટને પરવડે (Smartphones for Students) તેવા ટોપ 10 સ્માર્ટફોનની લીસ્ટ પર.

શાઓમી 11 Lite NE 5G

વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સ્માર્ટફોનની વાત આવે ત્યારે Xiaomi 11 Lite NE 5G આ યાદીમાં સૌથી પહેલા આવે છે. Xiaomi 11 Lite NE 5G ફોન FHD+ રિઝોલ્યુશન સાથે 6.55-ઇંચ ડિસ્પ્લે, ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર અને ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે 4250mAh બેટરીનો ઉપયોગ કરે છે. આ ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે 64એમપી પ્રાઇમરી સેન્સર મળશે. આ ફોનની કિંમત રૂ.26,999 છે.

OnePlus Nord CE 5G

OnePlus Nord CE 5G સ્માર્ટફોન FHD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.43-ઇંચ ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. 5જી સપોર્ટ સાથે ફોનમાં સ્નેપડ્રેગન 750 G ચિપસેટ, 4500 mAh બેટરી, 48MP ટ્રીપલ કેમેરા સેટઅપ મળશે. આ ફોનની બજાર કિંમત રૂ.22,999 છે.

iQOO Z3 5G

વિદ્યાર્થીઓ માટે iQOO Z3 5G પણ સારો અને સસ્તો સ્માર્ટફોન હોવાની સાથે 5G કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, 5G-એનેબલ સ્નેપડ્રેગન 768G પ્રોસેસર, લિક્વિડ કૂલિંગ સિસ્ટમના પાંચ લેયર, 64MP ટ્રિપલ-કેમેરા મોડ્યુલ અને 55W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4400mAh બેટરી આવે છે. આ ફોનની કિંમત રૂ.19,990 છે.

રિયલમી 8s 5G

વિદ્યાર્થીઓ માટે અમુક શ્રેષ્ઠ સ્માર્ટફોન્સમાં Realme 8s 5Gમાં તમને 6.5-ઇંચ ડિસ્પ્લે, ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 5G પ્રોસેસર, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ટ્રિપલ-કેમેરા મોડ્યુલ સાથે આવે છે. 64MP પ્રાઇમરી કેમેરા સેન્સર, 5000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ ફોનની કિંમત રૂ.17,999 છે.

રેડમી 10 પ્રાઇમ

રેડમી 10 પ્રાઇમ વિદ્યાર્થીઓ માટે સારો સ્માર્ટફોન છે. કારણ કે તેની કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી છે. ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચની FHD+ LCD ડિસ્પ્લે, એક ઓક્ટા-કોર MediaTek Helio G88 SoC, 6000mAh બેટરી મળશે. આ ફોનની કિંમત રૂ.12,499 છે.

આ પણ વાંચો: Gaming Phones: ગેમિંગના શોખીનો માટે ભારતમાં ઉપલબ્ધ છે આ બેસ્ટ સ્માર્ટફોન્સ

સેમસંગ ગેલેક્સી M32

8MP, 2MP અને 2MP સેન્સર સાથે 64MP પ્રાથમિક સેન્સર ક્વોડ-કેમેરા સાથે આવતો Samsung Galaxy M32 વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ સ્માર્ટફોન છે. સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી, 90Hz સુપર AMOLED Infinity-U ડિસ્પ્લે મળશે. આ ફોનની કિંમત રૂ.14,999 છે.

Poco M3 Pro 5G

આ સ્માર્ટફોનમાં તમને દમદાર 48 એમપી ટ્રિપલ કેમેરા મળે છે. આ ઉપરાંત 5000 mAhની બેટરી મળશે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોનની કિંમત રૂ.13,999 છે.

રેડમી નોટ 10S

સ્માર્ટફોનમાં 64MP પ્રાઇમરી સેન્સર, 8MP સેકન્ડરી અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો લેન્સ સાથે ક્વોડ-કેમેરા સેટ-એપ છે. આ સિવાય IP53 રેટિંગ, 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી અને MediaTek Helio G95 SoCનો સમાવેશ થાય છે. આ ફોનની કિંમત રૂ. 14,999 છે.

રિયલમી X7 Max 5G

રિયલમી X7 Max 5G એડવાન્સ ઓફરિંગની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ છે. આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1200 ચિપસેટ, સ્ટેનલેસ સ્ટીલ + કોપર વીસી કૂલિંગ, 12GB સુધીની RAM અને 50W સુપર ડાર્ટ ચાર્જ સાથે 4500mAh બેટરી સાથે આવે છે. આ ઉપરાંત, આ ફોનમાં તમને 64MP+8MP+2MP ટ્રીપલ લેન્સ પ્રાઇમરી કેમેરા અને 16 MP ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે. આ સ્માર્ટફોનની કિંમત રૂ.26,999 છે.

આ પણ વાંચો: 8GB RAM ધરાવતા બેસ્ટ સ્માર્ટફોન, Realme, Vivo અને OnePlus સહિતની કંપનીના ફોન છે સામેલ

સેમસંગ ગેલેક્સી M12

વિદ્યાર્થીઓ માટે સૌથી અફોર્ડેબલ ફોનમાં સેમસંગ ગેલેક્સી M12 પણ સામેલ છે. આ સ્માર્ટફોનમાં તમને 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે, ઓક્ટો-કોર પ્રોસેસર અને 6000 mAhની બેટરી મળશે. સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ પણ મળશે, જેમાં 48એમપી પ્રાઇમરી કેમેરા સેન્સર અને 8 એમપી સેલ્ફી કેમેરા સેન્સર મળશે.આ ફોનની કિંમત રૂ.10,999 છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Smartphones, Students, ટેકનોલોજી, ભારત, મોબાઇલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन