Home /News /tech /દમદાર કેમેરા સાથેના 10 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી, તમે પણ કરી લો એક નજર

દમદાર કેમેરા સાથેના 10 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી, તમે પણ કરી લો એક નજર

મોબાઇલ ફોટોગ્રાફી

Best smartphones for photography: આજે અમે તમને એવા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમત 15,000થી ઓછી છે, પરંતુ આ તેમાં દમદાર કેમેરો આપવામાં આવ્યો હોય.

મુંબઈ: ફોનની પસંદગી કરતી વખતે લોકો તેના વિવિધ ફીચર્સ (Smartphone features)ને ધ્યાનમાં લેતા હોય છે. ફોટોગ્રાફી (Photography)નો શોખ ધરાવતા લોકો ફોનના ફીચર તરીકે તેમાં સારો કેમેરો હોય તે ચોક્કસ જુએ છે. સારા કેમેરા માટે વધારે કિંમત ચૂકવવા માટે પણ તૈયારી રાખવી પડે છે. જોકે, હવે એવું બિલકુલ નથી કે ફક્ત મોંઘા ફોનમાં જ સારા કેમેરા આવે છે. આજકાલ કંપનીએ ઓછા બજેટના ફોન (Budget smartphones)માં પણ સારો કેમેરો આપી રહ્યા છે. આ કડીમાં આજે અમે તમને એવા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમત 15,000થી ઓછી (Smartphones under 15K rupees) છે, પરંતુ આ સ્માર્ટફોનમાં દમદાર કેમેરો (Smartphones with good camera) આપવામાં આવ્યો હોય.

1) Realme Narzo 50A

Realme Narzo 50A સ્માર્ટફોનનું રિઝોલ્યુશન 1600 x 720 પિક્સલ છે અને 6.5-ઇંચની FHD+ ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરો અને 2MPનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન 11 OS પર રન થાય છે અને 8MP નો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. Realme Narzo 50Aમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ અને 6000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન માત્ર રૂ.11,499 માં ખરીદી શકાય છે.

2) Redmi Note 10 Lite

Redmi Note 10 Liteમાં 6.67 ઇંચની FHD+ ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ અને 5020mAh બેટરી આપવામાં આવી છે. Redmi Note 10 Liteમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 720G (8nm) પ્રોસેસર આપવામાં આવ્યું છે. યૂઝર્સને આ સ્માર્ટફોનમાં 48MPનું પ્રાઈમરી સેન્સર અને 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન માત્ર રૂ. 12,999 માં ખરીદી શકાય છે.

3)  Realme 8i

Realme 8iમાં 6.60 ઇંચની FHD+ ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર રન થાય છે અને 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 50MP નો પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ત્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ. 13,999 છે.

4)  Redmi 10 Prime

Redmi 10 Prime સ્માર્ટફોનમાં 6.5-ઇંચની FHD+ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. Redmi 10 Prime સ્માર્ટફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે અને તે એન્ડ્રોઇડ 11 પર રન થાય છે. આ સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ. 12,499 છે.

5)  Samsung Galaxy F22

Samsung Galaxy F22 સ્માર્ટફોનમાં 6.4-ઇંચની HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને 13MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે, આ સ્માર્ટફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ.12,499 છે.

6)  Poco M3 Pro 5G

Poco M3 Pro 5Gમાં 6.5-ઇંચની ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ. 13,999 છે.

આ પણ વાંચો: Waterproof smartphones: ભારતમાં મળતા 12 બેસ્ટ વોટરપ્રૂફ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

7)  Samsung Galaxy M32

Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા અને 20MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ. 14,999 છે.

8) Redmi Note 10S

Redmi Note 10S સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ડિસપ્લે આપવામાં આવી છે અને આ સ્માર્ટફોન ગોરિલ્લા ગ્લાસ 3 સાથે પ્રોટેક્ટેડ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર રન થાય છે. આ સ્માર્ટફોનમાં 64MP નો પ્રાઈમરી કેમેરા અને 13MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે તથા 33W ફાસ્ટ ચાર્જિંગ ટેક સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ.14,999 છે.

9)  Motorola Moto G40 Fusion

Motorola Moto G40 Fusion સ્માર્ટફોનમાં 6.8 ઈંચની FHD+ LCD ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર રન થાય છે અને 6000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64MP નો પ્રાઈમરી કેમેરા અને 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ.13,999 છે.

આ પણ વાંચો:  ભારતમાં મહિલાઓ માટે 10 બેસ્ટ સ્માર્ટફોન: સેમસંગ, એપલ, ઓપો અને વનપ્લસના મોડેલ્સ સામેલ

10)  Redmi Note 10T 5G

Redmi Note 10T 5G મિડ-રેન્જ સ્માર્ટફોન છે અને તેની કિંમત રૂ.15,000થી ઓછી છે. આ સ્માર્ટફોનમાં 6.5-ઇંચની FHD+ ડિસપ્લે આપવામાં આવી છે. સેલ્ફી કેમેરા સેન્સરમાં પંચ-હોલ કટઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 48MP નો પ્રાઈમરી કેમેરા અને 8MPનો સેલ્ફી કેમેરા અને 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 128GB સ્ટોરેજ સ્પેસના ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર રૂ. 13,999 છે.
First published:

Tags: Gadget, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

विज्ञापन