Home /News /tech /

સસ્તમાં ખરીદી કરવાની તક, એમેઝોન-ફ્લિપકાર્ટ પર 80% છૂટ

સસ્તમાં ખરીદી કરવાની તક, એમેઝોન-ફ્લિપકાર્ટ પર 80% છૂટ

    ઓનલાઇન ખરીદદારો માટે આજથી લઈ આગામી ત્રણ-ચાર દિવસ સુધી તહેવાર જેવો માહોલ છે. એમેઝોન પર ગણતંત્ર દિવસ સેલ 21 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે. જ્યારે ફ્લિપકાર્ટ પર પણ 21થી 23 જાન્યુઆરી સુધી સેલ ચાલશે. સેલના દિવસો દરમિયાન કંપનીઓ 80% સુધી ડિસ્કાઉન્ટની સાથે કેશબેક પણ આપશે. એમેઝોન એચડીએફસી બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડની ખરીદી પર 10 ટકા કેશબેક આપી રહ્યું છે.

    ફ્લિપકાર્ટ દ્વારા સિટી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા કેશબેક આપવામાં આવશે. ચીનની અગ્રણી કંપની હુઆવેઈની ઈ-બ્રાન્ડ ઓનરે ગણતંત્ર દિવસ પર સેલની જાહેરાત કરી છે. જે અંતર્ગત કંપનીના ઈ-કોમર્સ પાર્ટનર એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઓનર સ્માર્ટફોન્સ પર અનેક આકર્ષક ડીલ ઉપલબ્ધ છે. જેમાં જંગી ડિસ્કાઉન્ટ, નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જ ઓફર્સ મુખ્ય છે.

    અમુક મોડલ્સ પર 16,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જૂના ફોન બદલવા પર 1,000થી લઈ 2,000 રૂપિયાની વધારાની ઓફર કરવામાં આવી રહી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    આગામી સમાચાર