Surya Rashi Parivartan 2022 : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય રાશિ પરિવર્તનનું ઘણુ મહત્વ છે. 16 ડિસેમ્બર 2022ના રોજ સૂર્ય ગોચર થવા જઇ રહ્યું છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશ સાથે જ શુભ કાર્યો પર વિરામ લાગી જશે.
મકર સંક્રાંતિ 2023 સુધી માંગલિક કાર્યો પર રોક લાગી જશે. સૂર્યના ધનુ રાશિમાં આવતા જ અનેક રાશિના જાતકોને લાભ મળશે. જાણો ડિસેમ્બર મહિનામાં સૂર્ય ગોચરથી કઇ રાશિઓને લાભ થશે.
સૂર્ય ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે. નોકરી અને વેપારની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે. પ્રમોશનની સાથે સફળતા મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સમાચાર લઇને આવી શકે છે. આ સમયગાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. કોર્ટ કચેરીના કેસનો નિકાલ આવશે.
ડિસેમ્બર મહિનામાં કન્યા રાશિના જાતકો માટે સૂર્ય રાશિ પરિવર્તનનો મોટો લાભ લઇને આવશે. નોકરિયાત લોકો માટે પ્રમોશનના યોગ બનશે. આવક વધશે. સંબંધો સુધરશે.
વૃશ્ચિક રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનની શુભ અસર વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભકારક રહેશે. સૂર્ય ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. માન-સન્માન વધશે. નોકરિયાત લોકોને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે.
ધનુ રાશિ
સૂર્યનો પ્રવેશ ધનુ રાશિમાં જ થઇ રહ્યો છે. આ રિશાના જાતકોને શુભ ફળોની પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં નોકરિયાત લોકોને મોટો લાભ મળી શકે છે. માન-સન્માન મળશે. અટકેલા કામ પૂરા થશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર