સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ઠગાઈની માયાજાળ પાથનારો સિકંદર આખરે પોલીસના પાંજરે પુરાઈ ગયો છે. એક સિકંદર આખી દુનિયાને જીતવા નીકળ્યો હતો ત્યારે આ સિકંદર નામનો શખ્સ આખી દુનિયાને ચૂનો ચોપડવા નીકળ્યો હતો. 40 લાખની ઠગાઈના મામલે આ શખ્સ સામે ફરિયાદ થતા પોલીસે દબોચી લીધો છે. આ શખ્સે વઢવાણનાં પાસે મોટા પાયે કપાસ એરંડા ખરીદી કરી રકમના ચૂકવી વઢવાણ તાલુકાના ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર યુવક પકડાયો છે.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. કપાસ એરંડા ના ઊંચા ભાવ ની લાલચમાં ખેડૂતો ઠગાયા હતા. વઢવાણ તાલુકાનાં ગોમટા બલદાણા સહીત અનેક ગામનાં ખેડૂતો પાસેથીથી કપાસ એરંડાની ખરીદી કરીને રૂપિયા ચુકાવ્યા નહિ અને 40 લાખથી વધુ રૂપિયાનું ફ્રોડ કરી કરી ને છું મંતર થઇ જનાર યુવકને આણંદ જિલ્લમાંથી ખેડૂતોની ફરિયાદ આધારે ઠગાઈ કરનાર યુવકને પોલીસ પકડી લાવી છે. યુવકે બીજા કેટલા ખેડૂતોને છેતર્યાની તપાસ વઢવાણ પોલીસે કરી રહી છે.
ખેડૂતોને ધૂતનારો શિકંદર કાયદાના ગાળિયા સામે પરાસ્ત
પ્રાપ્ત વિગત અનુસાર આ વર્ષે ખેડૂતોએ મોટા ભાગે કપાસ અને એરંડનું વાવેતર કર્યું હતું. પરંતુ બજાર ભાવ ઓછા હતા તેથી આ તકનો લાભ લેવા ભેજાબાજ યુવકે ખેડૂતોને પાસે થી મોટા પાયે વધુ ભાવની લાલચ આપીને કપાસ એરંડાની ખરીદ કરી અને અને નાણાં થોડા સમયમાં ચૂકવી દેવાની વાત કરીને અનેક ખેડૂતોને શીશામાં ઉતાર્યા હતા.
શિકંદર નામના આ શખ્સે રૂપિયા 40,80,153.00 ખેડૂતોને ચુકવણું ન કર્યું હોવાની વાત સામે આવી છે. આમામલે ખેડૂતોએ પોલીસ સમક્ષ ઠગાઈની ફરિયાદ વઢવાણ પોલીસમાં નોંધાવી હતી. વઢવાણ તાલુકાના ગોમટા, બલદાણા સહીત ધ્રાંગધ્રા તાલુકાના કેટલાક ગામનાં ખેડૂતો પાસેથી પાક ખરીદ કર્યો હતો અને ખેડૂતોને ઊંચા ભાવની લાલચ આપીને માલ ખરીદી લીધો હતો. આણંદ જિલ્લનાં ગોહિલપુરાનો સિકંદર રાઠોડ ફિરોજ રાઠોડ નામનાં આ બંને આરોપીઓ સામે પોલીસે તાપસ કરીને દબોચી લીધા છે.
પોલીસે લાલ આંખ કરતા અનેક ગુનાનો ભેદ ખુલ્યો છે. ખેડૂતોના પૈસા ચાઉં કરનાર ની હાલ રિમાંડ લઈને લઇને પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે વઢવાણના પી.એસ.આઈ ડી.ડી ચુડાસમાએ જણાવ્યું કે લાખોની છેતરપિંડી કરનાર સિકન્દરને પકડીને બીજા શખ્સોને પકડવાની કાર્યવાહી હાલ ચાલું છે.