Home /News /surendranagar /Surndrangar news: લીંબડીમાં વિમા ક્લેઈમના રૂપિયા બાબતે ઝઘડો થયો, પ્રેમીએ જ પથ્થરના ઘા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

Surndrangar news: લીંબડીમાં વિમા ક્લેઈમના રૂપિયા બાબતે ઝઘડો થયો, પ્રેમીએ જ પથ્થરના ઘા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

પકડાયેલા આરોપીઓની તસવીર

surendrangar crime news: મહિલાના પ્રેમીએ (boyfriend) જ રૂપિયાની માથાકુટમાં પથ્થરના ઘા ઝીંકી મહિલાની (woman murder) હત્યા કર્યા હોવાનું ખુલતા પોલીસે મહિલાના (police arrested killer) પ્રેમીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
    અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendrangar news) લીંબડી હાઇવે પરની (limbadi highway) ઝુંપડપટ્ટીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેમાં મહિલાના પ્રેમીએ (boyfriend) જ રૂપિયાની માથાકુટમાં પથ્થરના ઘા ઝીંકી મહિલાની (woman murder) હત્યા કર્યા હોવાનું ખુલતા પોલીસે મહિલાના (police arrested killer) પ્રેમીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    લીંબડી હાઇવે પર આવેલા ઝુંપડપટ્ટીમાંથી આ જ વિસ્તારમાં રહેતા મધુબેન સોલંકીની લાશ મળી આવી હતી. જેમાં મ્રુતક મહિલાના પરિવારજનો દ્વારા મહિલાને તેના પ્રેમીએ દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો આક્ષેપ કરતા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી.

    પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મોત થયાની વિગતો બહાર આવી હતી.  મ્રુતક મહિલા મધુબેન છેલ્લા થોડા વર્ષોથી તેના પ્રેમી રામજી ધના સોલંકી સાથે રહેતી હતી. આથી પોલીસે રામજી સોલંકીની આકરી પુછપરછ હાથ ધરી હતી.

    રામજીની પહેલી પત્નિ થાડા વર્ષ અગાઉ ગુજરી ગઇ હતી જેના વિમાક્લેઇમના રૂપિયા આવ્યા હતા જે રૂપિયા બાબતે મધુબેન અને રામજી વચ્ચે બોલાચાલી થતી હતી આથી રામજી હવે તેની પ્રેમીકા મધુથી છુટકારો મેળવવા માંગતો હતો. અવારનવાર બન્ને વચ્ચે રૂપિયા બાબતે થતી બોલાચાલીથી રામજી કંટાળી ગયો હતો.

    હત્યાના બનાવના દિવસે પણ આ જ બાબતે હાઇવે પરની એક હોટલ પાસે બોલાચાલી થઇ હતી અને જેમાં રામજી અને તેની પ્રેમીકા મધુ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી જે હોટલના સીસીટીવીમાં કેદ થઇ ગયું હતું. ત્યારબાદ ઘરે આવ્યા બાદ પણ રૂપિયા બાબતે ફરીવાર માથાકુટ થતાં બોલાચાલી થઇ હતી.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે Police થઈ દોડતી

    જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કે્રાયેલા પ્રેમી રામજીએ પથ્થરના ઘા માર્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આથી પોલીસે રામજી સોલંકીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! kheda કેમ્પમાં LRDની ભરતીમાં દોડની પ્રક્રિયામાં યુવક જિંદગીની 'રેસ' હારી ગયો, દોડ પુરી કરી રૂમમાં સુતો પછી ઉભો જ ન થયો

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના ચુડામાં યુવકની હત્યા થઈ હતી. પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા 24 વર્ષીય દશરથભાઇ જીવાભાઈ રાવળદેવની લાશ રહસ્યમય સંજોગોમાં 29 ડિસેમ્બરના રોજ તેમના જ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મૃતક દશરથભાઇના મોંઢા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવેલી હાલતમાં લાશ મળી આવતા મોતનું રહસ્ય ઘેરાયું હતું.

    આ પણ વાંચોઃ-Surendranagar: ખાંડિયામાં યુવકની કપડાની દોરી વડે ગળેટુંપો આપીને કરાઈ હતી હત્યા, મોતનું રહસ્ય ઘેરાયું

    આ બનાવ અંગે ચુડા પોલીસને જાણ થતાં ડોગ સ્કોડ, FSLસહિતની ટીમ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.મૃતકના મોંઢા પર પ્લાસ્ટીકની થેલી વીંટાળેલી હોય પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આથી પોલીસે મોતનું સાચુ કારણ જાણવા લાશને પીએમ માટે મોકલી આપી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Crime news, Gujarati News News, Surendranagar