રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : રાજ્યના દરેક વિસ્તારોમાં ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી પરેશાન છે. ખેડૂતો ભૂંડ ભગાડવા માટે જાત જાતના નુસખા અપનાવતા હોય છે તેવામાં ગત રાત્રિના અંધકારમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી (Patdi Surendranagar) તાલુકામાં ભૂંડ કરૂણ ઘટના! પાટડીના ખેતરમાં કાકાએ ભૂંડ ભગાડવા ફાયરિંગ કર્યુ, ગોળી ભત્રીજાને (Firing) વાગતા મોત ભગાડવા થયેલા ગોળીબારમાં કાકાની ગોળીએ કૌટુમ્બિક ભત્રીજાનું દુ:ખદ મોત થયું છે. આ કરૂણ ઘટના ભલભલા લોકોના રૂવાંડા ઊભી કરી નાખે એવી છે.
બનાવની વિગતો એવી છે કે પાટડીના ઝીંઝુવાડામાં ઝેણુભા ઝાલાએ ખેતરનું ટોયાપણું રાખ્યું હતું. તેમની સાથે ખેતરમાં કૌટુમ્બિક ભત્રીજો યોગીરાજસિંહ ઝાલા પણ કરતો હતો. દરમિયાન ગત રાત્રિના કાકો-દીકરો ભૂંડ આવતા તેની પાછળ દોડ્યા હતા. દરમિયાન ઝેણુભા લાયસન્સ વાળી બંદૂક લઈને દોડ્ય હતા. જોકે, તેમણે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે તેમની છોડેલી ગોળી સીધી ભત્રીજાને વાગશે.
દરમિયાન કાકા ઝેણુભાએ ફાયરિંગ કર્યુ અને ગોળી સીધી યોગરાજસિંહના બયડામાં વાગી હતી. જોકે, આ ગોળી વાગતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમને તાત્કાલિક સારવારની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે, ગોળીનો માર એટલો ગંભીર હતો કે લોહિલુહાણ યોગરાજસિંહને જોઈતી સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. આ પણ વાંચો : સુરત : 'મમ્મી બહેન પંખા પર લટકી રહી છે,' તરૂણીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, માતાપિતા સ્તબ્ધ
ઘટના બાદ પાટડી સરકારી દવાખાનામાં મૃતક યોગરાજસિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પાટડીની ઝુંઝુવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને 65 વર્ષના ઝેણુભા કુબેરસિંહ ઝાલાની અટક કરી છે. જોકે, આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં એક કાકાની ગોળીએ ભત્રીજાનું આ પ્રકારે મોત થતા સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છે.