Home /News /surendranagar /Surendranagar News: લીંબડીમાં બે શખસો પર અજાણ્યા શખસોનું બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ, બંનેને સારવાર માટે ખસેડ્યા
Surendranagar News: લીંબડીમાં બે શખસો પર અજાણ્યા શખસોનું બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ, બંનેને સારવાર માટે ખસેડ્યા
લીંબડીમાં અજાણ્યા ઇસમોએ બે શખસોએ બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર
Surendranagar News: સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલા ફિદાઈ બાગ વિસ્તારમાં બે શખસો પર અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યુ છે. ત્યારે આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ખસેડાયા છે.
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડીમાં આવેલા ફિદાઈ બાગ વિસ્તારમાં બે યુવક પર ફાયરિંગ કરવાની ઘટના બની છે. હાલ આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ
મળતી માહિતી પ્રમાણે, લીંબડી શહેરના ફિદાઈ બાગ વિસ્તારમાં બે યુવકો પર અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યુ હતુ. અંદાજે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ત્યારે હાલ બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, અંગત અદાવતમાં અજાણ્યા શખસોએ ફાયરિંગ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે જ DYSP, પી.આઈ, પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલ ઘટનાસ્થળ સહિત આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.