Home /News /surendranagar /ધ્રાંગધ્રામાં જૂના ઝઘડાની અદાવતે બે શખ્સોએ છરીનાં ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું

ધ્રાંગધ્રામાં જૂના ઝઘડાની અદાવતે બે શખ્સોએ છરીનાં ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું

યુવાનનું ઢીમ ઢાળી દીધું

Dhrangadhra Crime News: ધાંગધ્રા શહેરના આંબેડકર નગર ખાતે રાત્રિના દસેક વાગ્યાના અરશામાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગણતરીની કલાકોમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા બે જેટલા આરોપીઓની ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

વધુ જુઓ ...
    અક્ષયકુમાર જોશી, સુરેન્દ્રનગર: ધાંગધ્રા શહેરના આંબેડકર નગર ખાતે રાત્રિના દસેક વાગ્યાના અરશામાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગણતરીની કલાકોમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા બે જેટલા આરોપીઓની ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

    તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકવામાં આવ્યા


    પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં પાનના ગ્લલા ખાતે હાજર ગોરધનભાઈ ઉર્ફે ગીલુ રાઠોડ નામના વ્યક્તિ પર બે જેટલા વ્યક્તિઓ દ્વારા છરી તેમજ ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકવામાં આવ્યા હતા. જે અંતર્ગત પોતાની સારવાર માટે થોડા સમય પૂર્વે જેલમાંથી પેરોલ પર બહાર આવનાર ગોરધન ઉર્ફે ગીલું રાઠોડનું મોત નિપજ્યું હતું. જોકે, ઝઘડાનો થોડા સમયમાં હત્યામાં પરિણ્યો હતો.

    આ પણ વાંચો: શિળાયો હોય કે ઉનાળો દરેક ઋતુમાં ફ્રિજને રાખો ચાલું, ભૂલથી પણ ના કરશો બંધ

    પોલીસ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી


    ધાંગધ્રા સીટી પી.આઇ U.L.WAGHELA ના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલે IPC ની કલમ 302 હેઠળ હસમુખ ઉર્ફે હૈયુ પરમાર અને દીપક ઉર્ફે પ્રદીપ વાણીયા નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. બને આરોપીઓની ઉંમર આશરે 22 થી 25 વર્ષની છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંગત અદાવતમાં હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું છે.

    આ પણ વાંચો: ક્યારેય ખરાબ નહીં થાય પંખો, વર્ષો સુધી કરી શકશો ઉપયોગ, ખાલી 4 વાતોનું રાખો ધ્યાન

    આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી


    પોલીસ સૂત્રોનું માનીએ તો મૃતક ગીલુ રાઠોડ પોતાની પ્રેમિકાની હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો. ત્યારે પોતાની સારવાર માટે તે થોડાક સમય પૂર્વે પેરોલ પર છૂટી જેલમાંથી બહાર આવ્યો હતો. અને સારવાર કરાવે તે પહેલા જ જૂના ઝઘડા બાબતે બે શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના બનાવને લઇને ધ્રાંગધ્રા સિટી પોલીસ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યા કરનાર બન્ને શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarati news, Surendranagar Crime, Surendranagar police

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો