Home /News /surendranagar /Triple murder વઢવાણમાં ત્રિપલ મર્ડર: એક જ પરિવારના ત્રણ સભ્યોની કરપીણ હત્યા

Triple murder વઢવાણમાં ત્રિપલ મર્ડર: એક જ પરિવારના ત્રણ સભ્યોની કરપીણ હત્યા

વઢવાણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની કરપીણ હત્યા

Triple murder in Vadhwan:વઢવાણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની કરપીણ હત્યા. પિતા-પુત્ર અને પુત્રવધૂને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
વઢવાણ: વઢવાણમાં ત્રિપલ મર્ડર (Triple murder in Vadhwan)ને પગલે ભારે ચકચાર મચી છે. વઢવાણના ફૂલગ્રામમાં ત્રિપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. વઢવાણ તાલુકાના ફૂલગ્રામમાં એક વ્યક્તિ દ્વારા ત્રિપલ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવવામાં આવી છે. જ્યારે હત્યારો નાશી છૂટતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિતા, પુત્ર અને પુત્રવધુની હત્યા

ફૂલગ્રામમાં એક નહીં બે નહીં એક સાથે ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારમાં હત્યાની ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી અનુસાર, એક જ પરિવારના ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવવામાં આવી છે. હત્યા નિપજાવનાર આરોપી ભગાભાઈ નાગજીભાઈ નાશી છૂટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મહેસાણામાં હિટ એન્ડ રનમાં એકનું મોત; જેતપુરમાં ગાડી કેનાલમાં ખાબકી

અંગત અદાવતનું મનદુઃખ રાખી હત્યાની ચર્ચા

પ્રાથમિક તપાસમાં અંગત અદાવતનું મનદુઃખ રાખી હત્યા નિપજાવી હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ફરાર હત્યારાને ઝડપી પાડવામાં ચક્રગતિમાન કરવામાં આવ્યા છે. આખરે કેમ ત્રણ લોકોની કરપીણ હત્યા કરવામાં આવી અને સમગ્ર મામલો શું છે તે મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: Gujarat News, Murder case, Surendranagar Crime

विज्ञापन