Home /News /surendranagar /સુરેન્દ્રનગર: ત્રણ મિત્રો આર્થિક તંગીમાં મૂકાતા વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખી લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર: ત્રણ મિત્રો આર્થિક તંગીમાં મૂકાતા વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખી લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર LCB પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને રૂપિયા 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

ત્રણેય શખ્સોએ લૂંટ કરવા અંગે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતુ કે, ત્રણેય મિત્રો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતાં. તેથી ટુંકા ગાળામાં રૂપિયા કમાવા માટે લૂંટ કરવાનુ નક્કી કર્યું હતુ.

    અક્ષય જોશી, સુરેન્દ્રનગર: પાટડીના બામણવા ગામ નજીક રાત્રીના સમયે પાટડીના વેપારી પોતાના ગામ બામણવા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખી ત્રણ શખ્સોએ રૂપિયા 85 હજારની લૂંટ (Robbery) ચલાવી હતી. સુરેન્દ્રનગર LCB પોલીસે (Surendranagar LCB Police)આ ગુનાનો ભેદ ઉકેલી લૂંટ (Patadi Robbery) ચલાવનાર ત્રણ શખ્સોને રૂપિયા 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

    પાટડી તાલુકાના બામણવા ગામના હરિદીપસિંહ ઇન્દુભા વાઘેલા પાટડીમાં દુકાન ધરાવે છે. તારીખ 9 જૂનના રોજ હરિદીપસિંહ નિત્યક્રમ મુજબ રાત્રીના દુકાન બંધ કરી વેપારના રૂપિયા લઇ બાઇક પર પોતાના ઘર બામણવા ગામ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન અવાવરૂ જગ્યાએ બાઇક પર આવેલા શખ્સોએ તેમની આંખમાં મરચાની ભુકી નાંખી લોખંડના સળીયા વડે માર મારી રૂપિયા 85 હજાર રોકડા તથા મોબાઇલ સહીતની લૂંટ ચલાવી હતી. જે અંગે હરિદીપસિંહે પાટડી પોલીસ મથકે લૂંટની ફરીયાદ નોંધાવતા સુરેન્દ્રનગર LCB પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

    આ પણ વાંચો- સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, જૂનાગઢમાં વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલો ઘરાશાયી

    લૂંટના બનાવની જગ્યાની આસપાસનાં ખેતર માલિકોની પુછપરછ તેમજ સ્થાનિક બાતમીદારો અને સીસીટીવી ફુટેજ ચેક કરતા બજાણા ગામનો અસ્લમ રૂસ્તમભાઇ માકડા લૂંટમાં સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવતા તેની પુછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં તો અસ્લમ આ બાબતે કાંઇ જાણતો ન હોવાનુ રટણ કર્યું હતુ. પરંતુ પોલીસે સઘન પુછપરછ હાથ ધરતા ભાંગી પડ્યો હતો અને અમદાવાદના અન્ય બે શખ્સો સાથે મળી લૂંટ કર્યાની કબુલાત કરતા પોલીસે અસ્લમને સાથે રાખી અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે રહેતા આશીફ ઇકબાલભાઇ શેખ અને સરખેજમાં રહેતા નાશીરખાન ફરીદખાન પઠાને અમદાવાદમાંથી દબોચી લીધા હતાં.

    આ પણ વાંચો- વલસાડમાં રસોઈ બનાવવામાં મોડું થતા પતિએ કરી પત્નીની હત્યા

    ત્રણેય શખ્સોએ લૂંટ કરવા અંગે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતુ કે, ત્રણેય મિત્રો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતાં. તેથી ટુંકા ગાળામાં રૂપિયા કમાવા માટે લૂંટ કરવાનુ નક્કી કર્યું હતુ. જેમાં બજાણાના અસ્લમને વેપારી રોજ રૂપિયા લઇ જતા હોવાની માહિતી મળતા તેણે ટીપ આપ્યા બાદ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. પરંતુ પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ રોકડા રકમ અને મોબાઇલ સહીત કુલ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Gujarati news, Surendranagar Crime, Surendranagar police, Surendrangar

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો