Home /News /surendranagar /સુરેન્દ્રનગર: કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, બહેને ભાઇ સાથે મળી પ્રેમીની કરી હત્યા

સુરેન્દ્રનગર: કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, બહેને ભાઇ સાથે મળી પ્રેમીની કરી હત્યા

કોથળામાંથી લાશ મળી હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

અક્ષય જોશી, સુરેન્દ્રનગર: ગુનેગારો કરતાં પોલીસ હંમેશા એક કદમ આગળ હોય છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોલીસથી બચવા હરિદ્વાર ભાગી ગયા પરંતુ તેમના એક ફોન કોલથી જ તેઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. સુરેન્દ્રનગરના દૂધેરજ ગામથી પસાર થતી કેનાલમાં એક શંકાસ્પદ કોથળો સ્થાનિકોને જોવા મળ્યો હતો. આ કોથળામાં કોઈની લાશ હોવાની શંકાથી સ્થાનિકોએ તેને બહાર કાઢી તપાસ કરી તો તેમાંથી એક વ્યક્તિની લાશ મળતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા.

કોથળામાંથી લાશ મળી હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સૌથી પહેલા તો પોલીસ માટે લાશની ઓળખવીધિ કરવાનો મોટો પડકાર હતો. પોલીસ આસપાસ તપાસ કરી પરંતુ એવું કાંઈ જ ના મળ્યુ જેથી ખબર પડે કે આખરે લાશ કોની છે. મૃતકના હાથ પર S કોતરાવેલું હતું. જ્યારે જે કોથળામાં લાશ હતી તેના પર હળવદ લખેલું હતું. પોલીસે આ બંને પુરાવાના આધારે મૃતકની ઓળખ માટે તપાસ શરુ કરી હતી. આખરે પોલીસને ઓળખ કરવાનાં સફળતા મળી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકનું નામ સોમાભાઈ મકવાણા છે.



પોલીસને લાશની ઓળખ કરવામાં સફળતા મળી પરંતુ બીજો પડકરા એ પણ હતો કે આખરે તેની હત્યા કોણે અને શા માટે કરી? પોલીસ હવે હત્યારાઓને ઝડપી પાડવા કવાયત કરી. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે સુરેશભાઈ મકવાણાની હત્યા લતા નામની મહિલા અને તેના ભાઈ અશોકે કરી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત કરી પરંતુ તેઓ હળવદથી બહાર ફરાર થઈ ગયા હતા. ઘટનાનાં 10 દિવસ જેટલો સમય થયો હતો. હત્યાના આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર હતા. પરંતુ એક ફોન કોલ્સે આરોપીને જેલ હવાલે કરી દીધા છે. હળવદ રહેતા પોતાના પાડોશીને લતાએ ફોન કર્યો હતો જેની જાણ થતાં જ પોલીસે ફોનનું લોકેશન ટ્રેસ કર્યું તો લોકેશન હરિદ્વાર મળી આવ્યુ હતું. પોલીસની એક ટીમ હરિદ્વાર પહોંચી અને બંને ભાઈ-બહેનને દબોચી લીધા હતા.

આ પણ વાંચો- અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ, પહેલા પત્ની અને બાદમાં પતિએ કરી આત્મહત્યા

સોમાભાઈની હત્યાને અંજામ આપનાર બંને હત્યારા પોલીસ સકંજામાં આવી ગયા છે. આરોપીની પુછપરછમાં ખુલાસો થયો કે 15 હજાર રુપિયાની લેતીદેતીમાં બંનેએ સુરેશભાઈની હત્યાને અંજામ આપ્યો હતો. મૃતક સોમાભાઈને તેમની સાથે મજૂરી કામ કરતી લતા સાથે આંખ મળી ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા. આ તરફ સોમાભાઈએ લતાના ભાઈ અશોકએ સોમાભાઈ 15 હજાર રુપિયા ઉછીના આપ્યા હતા. ઘટનાના દિવસે 15 હજારની લેતીદેતીમાં બંને વચ્ચે માથાકૂટ થતાં અશોક અને લતાએ આવશેમાં આવી સોમાભાઈને લાકડા ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. કોઈને જાણ ના થયા માટે લાશને કોથળામાં ભરી રિક્ષા ભાડે કરી 60 કિલોમીટર દુર દૂધરેજ કેનાલમાં ફેકી દીધી હતી.

આ પણ વાંચો- હવસખોરના પ્રેમજાળમાં ફસાઈ વિદ્યાર્થિની, ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો

પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે લતા અગાઉ હરિદ્વારમાં છૂટક વસ્તુઓ વેચતી હતી. જેથી હરિદ્વારથી પરિચિત હતી. હત્યાને અંજામ આપ્યા બાદ પોલીસ તેમના સુધી ના પહોંચે જેથી બંને ભાઈ-બહેન હરિદ્વાર ફરાર થઈ ગયા હતા. પરંતુ લતાએ પાડોશીને કરેલો ફોન તેમને જેલના સળિયા પાછળ લઈ ગયો છે.
First published:

Tags: Surendranagar Crime, ગુજરાત, સુરેન્દ્રનગર