Home /News /surendranagar /‘મારા મોતનુ કારણ આ હિરલ જ છે’, સ્યુસાઇડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા
‘મારા મોતનુ કારણ આ હિરલ જ છે’, સ્યુસાઇડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા
સ્યુસાઇડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા
Suicide Note: અવાવરૂ જગ્યામાં ઝાડ સાથે યુવકે ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઇ હતી. મ્રુતક યુવક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં પ્રેમીકાનું નામ લખી યુવકે આત્મહત્યા કરી દીધી. અવાવરૂ જગ્યામાં ઝાડ સાથે યુવકે ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઇ હતી. મ્રુતક યુવક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં
suicide note: મુળી પોલીસ મથક પાછળ આવેલી અવાવરૂ જગ્યામાં ઝાડ સાથે યુવકે ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઇ હતી. મ્રુતક યુવક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં મૈત્રી કરારથી સાથે રહેતી હિરલ નામની યુવતી તેને તરછોડી જતી રહી હોવાના કારણે આત્મહત્યા કરી હોવાના ચોંકવનારી વિગતો સામે આવી છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગળેફાંસો ખાઇ એક યુવકે આત્મહત્યા કરી લીધી
મુળી જુના પોલીસ મથકની પાછળ આવેલી અવાવરૂ જગ્યામાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં મુળી પીએસઆઇ સહીતની પોલીસ ટીમ દોડી ગઇ હતી. મ્રુતકની લાશને નીચે ઉતારી ઓળખ મેળવતા સડલા ગામના અમિત દેવજીભાઇ બાવળીયા નામના વ્યક્તિ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે મ્રુતકની તલાશી લેતા તેની પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.
પોલીસને મળેલી સ્યુસાઈડ નોટ જણાવ્યું હતુ કે, જામ ખંભાળીયાની હિરલ દિપકભાઇ કટેશીયા નામની યુવતી સાથે સોશિયલ મીડિયામાં ઓળખાણ થયાં બાદ બન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. જેથી હિરલ તેના પતિ દિપકને છોડી અમિત સાથે મૈત્રી કરાર કરી રહેવા આવી ગઇ હતી. જે બાબતે માથાકુટ થતાં અમિતના પિતા દેવજીભાઇને થોડા સમય અગાઉ ગાડીમાં અમુક માણસો ઉઠાવી ગયાં હતાં અને ત્યાર બાદ શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મળી હતી.
સ્યુસાઇડ નોટમાં આત્મહત્યાનો ખુલાસો કરવામાં આવ્યો
જો કે ત્યાર બાદ હિરલ અમિત સાથે જ રહેતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી તેને હવે કોઇ ભાવિન નામના યુવાન સાથે લફરૂ થયું હોવોથી તે અમિતને છોડીને જતી રહેતા અમિતને માઠું લાગી આવતા આત્મહત્યા કરી લીધી છે. તેના તેમજ તેના પિતાના મોત માટે હિરલ જ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે હાલ તો સુસાઇડ નોટ કબજે કરી હિરલને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.