Home /News /surendranagar /

સુરેન્દ્રનગર: સુદામડા ગામે જૂથ અથડામણ, ત્રણ રાઉન્ડ ફાયરિંગ બાદ આખા ગામમાં તંગદીલી

સુરેન્દ્રનગર: સુદામડા ગામે જૂથ અથડામણ, ત્રણ રાઉન્ડ ફાયરિંગ બાદ આખા ગામમાં તંગદીલી

સાયલાના સુદામડા ગામે થયેલ જુથ અથડામણ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે.

સાયલાના સુદામડા ગામે થયેલ જુથ અથડામણ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બન્ને જુથ વચ્ચેની અથડામણમાં અન્ય જ્ઞાતિના એક યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

    સુરેન્દ્રનગર (Surendranagar)ના સાયલાના સુદામડા ગામે અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ (Group clash in Sayla)ની ઘટના બની છે. આ જુથ અથડામણમાં બન્ને જ્ઞાતિના ટોળા સામસામે આવી જતાં ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. આ જુથ અથડામણ એટલી હદે વણસી ગઇ હતી કે, બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ થયાની પણ ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાન બન્ને જુથમાં કુલ ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી છે જ્યારે ઇજાગ્રસ્તોનો આંક હજી વધે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. ત્યાં જ પોલીસને ઘટનાની જાણ થતાં સાયલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને હાલમાં ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિને લઇને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા જુથ અથડામણ બાદ જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સુદામડા ગામે દોડી ગયાં હતા. જિલ્લા પોલીસ વડા, DySP, એલસીબી અને એસઓજી સહીતનો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે જેથી કરીને પરિસ્થિતિ વધુ વણસે નહીં.



    ત્યાં જ પ્રાથમિક માહિતીમાં એવી વિગત પણ સામે આવી છે કે, ગભરૂભાઇ સગરામભાઇ રબારી અને દેવાયતભાઇ નાંગભાઇ ખવડ વચ્ચે ભરડીયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. અને તે બાદ આખા ગામમાં બે જુથો આમનેસામેને આવી ગયા હત. હાલ પોલીસ દ્વારા જુથ અથડામણમાં સંડોવાયેલા અમુક શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરાઇ છે. આ જુથ અથડામણમાં ફાયરીંગ થતાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

    આ પણ વાંચો- વેકેશનના છેલ્લા શનિ-રવિના દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપુર

    સાયલાના સુદામડા ગામે થયેલ જુથ અથડામણ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બન્ને જુથ વચ્ચેની અથડામણમાં અન્ય જ્ઞાતિના એક યુવાનને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ યુવાને વીડિયોમાં સમગ્ર સમાજને સુદામડા આવવા અપીલ કરી હતી. બન્ને જુથ વચ્ચેની અથડામણમાં નિર્દોષ વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયોમાં આક્ષેપ કરાયો છે.

    આ પણ વાંચો- રવિવારે પણ AMC ના બુલડોઝરની તવાઇ

    ત્યા જ આ ઘટનામાં બન્ને જુથના ટોળા સામસામે આવ્યા બાદ આગચંપીના બનાવ સામે આવ્યા છે. અહીં જુથ અથડામણ બાદ ખેતરમાં રહેલી સુકી કડબમાં આગ ચાંપતા દોડધામ મચી જવા પામી હતી. આગ અંગે સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો છે. સદનસીબે આગમાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ સુકી કડબ બળીને ખાખ થઇ હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Surendranagar, Surendranagar Crime, Surendranagar police

    આગામી સમાચાર