Home /News /surendranagar /સુરેન્દ્રનગર: પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને બેરહમીથી ફટકાર્યો, વાલીઓમાં રોષ

સુરેન્દ્રનગર: પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને બેરહમીથી ફટકાર્યો, વાલીઓમાં રોષ

શિક્ષક સામે કડક પગલાંની માંગ

Teacher beats student: ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની શાળાના શિક્ષકે સ્કૂલમાં ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને માર માર્યો હતો. માર મારવાનું કારણ એવું હતું કે પીડિત વિદ્યાર્થી તેની બાજુમાં બેઠેલા વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યો હતો.

વધુ જુઓ ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાની ઘટના (Teacher beats student) બની છે. શિક્ષકે કુમળા બાળકને લાકડાની ફુટપટ્ટી વડે ફટકારતા વિદ્યાર્થીની પીઠ પર લાલા નિશાન થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ધોરણ-5નો વિદ્યાર્થી તેની બાજુમાં બેઠેલા વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યો હતો. આ વાતને લઈને શિક્ષક ગુસ્સે ભરાયો હતો. જે બાદમાં તેણે વિદ્યાર્થીને હાથથી માર માર્યો હતો. જુલમી શિક્ષક આટલેથી અટક્યો ન હતો અને બાદમાં વિદ્યાર્થીને ફુટપટ્ટીથી ફટકાર્યો હતો. માર બાદ વિદ્યાર્થીની પીઠ પર લાલ ચામઠા થઈ ગયા હતા. આ મામલે વિધાર્થીના વાલીએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરીને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી કરે છે. વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારવાની ઘટનાને લઈને વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો.

શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ


મળતી માહિતી પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની શાળાના શિક્ષકે સ્કૂલમાં ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીને માર માર્યો હતો. માર મારવાનું કારણ એવું હતું કે પીડિત વિદ્યાર્થી તેની બાજુમાં બેઠેલા વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યો હતો. શિક્ષકના માર બાદ વિદ્યાર્થી આઘાતમાં આવી ગયો હતો. આ મામલે વિદ્યાર્થીએ પરિવારને જાણ કરતા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: વલસાડમાં વરસાદ બાદ સામે આવ્યા તબાહીના દ્રશ્યો

આ અંગે પ્રાપ્ત થયેલી વધુ વિગત પ્રમાણે પીડિત વિદ્યાર્થી દક્ષગીરી ગોસ્વામી સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરે છે. દક્ષગીરી તેની બાજુના વિદ્યાર્થી સાથે વાતો કરી રહ્યાનું જાણીને શિક્ષકે તેને માર માર્યો હતો. સ્કૂલના શિક્ષક વજુભાઈ જાદવે દક્ષગીરીને માર માર્યો હતો. વિદ્યાર્થીએ ઘરે જઈને તેના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારે તપાસ કરતા દક્ષગીરીની શરીર પર લાલ ચામઠા થઈ ગયાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક લોકો ટુ વ્હીલર પરથી સ્લીપ થયા

શિક્ષકને રજુઆત


માર મારવાની ઘટના સામે આવ્યા બાદ પરિવારના લોકો સ્કૂલે રજુઆત કરવા માટે ગયા હતા. જોકે, રજુઆત દરમિયાન શિક્ષક રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે બાળકના માતાપિતાએ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલને શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
First published:

Tags: School, Teacher, ગુનો, છાત્ર, પોલીસ