Home /News /surendranagar /Surendranagar Murder: સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરીને બેથી ત્રણ શખ્સો ફરાર

Surendranagar Murder: સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરીને બેથી ત્રણ શખ્સો ફરાર

સુરેન્દ્રનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરાઈ

Surendranagar Murder Case: સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રિંગરોડ પર મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો છે. પોલીસે હત્યા કેસની તપાસ શરુ કરી છે. આ હત્યા અંગત અદાવતમાં કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Surendranagar, India
  સુરેન્દ્રનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. આ વખતે શહેરમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી દેવામાં આવી છે. હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી, પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે અને આ હત્યા કેસ પાછળ અંગત અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે યુવકની હત્યા કરવામાં આવી છે તેની ઓળખ મહેબુલ નાનુભાઈ મુલતાની તરીકે થઈ છે.

  સુરેન્દ્રનગરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરાઈ!


  સુરેન્દ્રનગરના 80 ફૂટ રિંગરોડ પર આવેલી વિમલનાથ સોસાયટી પાછળ હત્યાનો બનાવ બન્યો છે. મોડી રાત્રે મહેબૂબની હત્યા કરીને કેટલાક લોકો ફરાર થઈ ગયા હોવાની આશંકા છે. મહેબૂબની અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચોઃ 'પ્રેમિકા મારા બાળકની મા બનવાની છે, તારી જરુર નથી'

  વિમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો, આ હત્યા કેસના કારણે આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવ અંગે શહેરના બી ડિવિઝન પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા સ્થળ પરથી પુરાવા એકઠા કરવાની સહિતની જરુરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે હોસ્પિટલમાં જઈને પણ જરુરી કાર્યવાહી કરી હતી.

  " isDesktop="true" id="1315941" >

  પોલીસ આ કેસમાં મહેબૂબના ફોન અને બનાવ બન્યો તે વિસ્તારમાં લાગેલી CCTV કેમેરાના આધારે વધુ તપાસ કરશે. હત્યા પાછળ અંગત અદાવત કારણરૂપ છે કે પછી કોઈ અન્ય કારણ છે તેની પોલીસે તપાસ શરુ કરી દીધી છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે અંદાજે બેથી ત્રણ અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મહેબૂબની હત્યા નીપજાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હત્યા બાદ આ કેસમાં સંડોવાયેલા લોકો બનાવના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
  Published by:Tejas Jingar
  First published:

  Tags: Gujarat Crime, Gujarat Crime News, Surendranagar, Surendranagar Crime

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन