Home /News /surendranagar /સુરેન્દ્રનગર: કારચાલક પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરાતા ફફડાટ

સુરેન્દ્રનગર: કારચાલક પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરાતા ફફડાટ

સાયલામાં અજાણ્યા શખ્સો દ્વારા કારચાલક પર ફાયરિંગ

Surendranagar Firing: અજાણ્યા શખ્સો દ્વારા કારચાલક પર ફાયરિંગ કરવામાં આવ્યું. અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચાઓ, અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર: રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. લુખ્ખાતત્વો બેફામ બની રહ્યા છે અને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોય તેવી અનેક ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના સાયલામાં અજાણ્યા શખ્સો દ્વારા કારચાલક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓ સુધી પહોંચવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના સાયલાના આયા ગામ પાસે અજાણ્યા શખ્સો દ્વારા કારચાલક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. અંદાજે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચાઓ છે. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટ્યા છે. જોકે, ફાયરિંગની ઘટનામં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું છે. આરોપીઓ દ્વારા જે વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ભોગ બનનાર કારચાલકે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: પાન પાર્લર પરથી રૂ.1500માં ખરીદેલી વસ્તુ યુવતી માટે બની મોટી મુશ્કેલી

મળતી માહિતી અનુસાર, સાયલના આયા ગામ પાસે કારચાલક પસાર થઇ રહ્યો હતો ત્યારે જ અચાનક વાહન પર આવેલા શખ્સોએ અંદાજે બે રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હતું. ઓરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, પોલીસે આ સંદર્ભે તપાસ આરંભી છે. આ સમગ્ર ઘટના મામલે પોલીસ અંગત અદાવત કે પૈસાની લેતીદેતી સંદર્ભે પણ તપાસ કરી રહી છે. ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું? તે તો આરોપીઓ ઝડપાયા પછી જ ખુલાસો થશે.
First published:

Tags: Gujarat News, Surendranagar Crime, Surendrangar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો