Home /News /surendranagar /સુરેન્દ્રનગર: બોરવેલમાં ફસાયેલી બાળકી સાથે આવો સંવાદ થયો હતો, જુઓ Rescue operation ના Live Video

સુરેન્દ્રનગર: બોરવેલમાં ફસાયેલી બાળકી સાથે આવો સંવાદ થયો હતો, જુઓ Rescue operation ના Live Video

ફસાયેલી બાળકી ટીમ સાથે વાત કરી રહી છે

Gujarat viral video: આર્મીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને દોરડાનો ઝુલો બનાવીને બાળકીને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જે સફળ થયા છે.

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. આ બોરવેલમાં બાળકી આશરે 40 ફૂટે નીચે ફસાઇ ગઇ હતી. તેને આર્મીની ટીમે ત્યાં આવીને ચાર કલાકની જહેમત બાદ બહાર કાઢી છે.

આ અકસ્માત સર્જાતા જ ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આર્મીની ટીમ દ્વારા આ બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હતુ. આ બાળકીને 11.30ની આસપાસ બહાર કાઢી લેવામાં આવી છે. જેના લાઇવ દ્રશ્યો ન્યૂઝ18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં ખેતરમાં આવેલા બોરવેલમાં બાળકી બોરવેલમાં પડી ગઇ છે. આ બોરવેલ આશરે 500થી 700 ફૂટ ઉંડો છે. બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડતા 40 ફૂટે ફસાઇ ગઇ છે. આ બાળકી ખેતમજુરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારની છે. હાલ આ બાળકીને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાને કારણે હાલ આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

રેસ્ક્યૂની ટીમ અને ફસાયેલી દીકરી મનિષાના સંવાદો નીચે પ્રમાણે છે.

ડોક્ટર: તને શું થાય છે?
ટીમ : તારે પાણી પીવું છે?
બાળકી: મને માથું દુખે છે.
ડોક્ટર : બીજું કાંઇ નથી થતુ ને? શ્વાસ લેવાઇ છે તારાથી?
બાળકી : માથું દુખે છે.
ડોક્ટર : હું તને જે મોકલું છું તે તારા કમરના ભાગના કપડામાં ભરાવી દેજે.



આર્મીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને દોરડાનો ઝુલો બનાવીને બાળકીને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જે સફળ થયા છે. આ ઘટનામાં એક સારી બાબત હતી કે, બાળકી મોટી હતી અને તે બહારથી તેને પૂછાતા સવાલોના જવાબ આપી રહી છે. આ બાળકી થોડા સમયમાં બહાર આવી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો