Home /News /surendranagar /Surendranagar: કોરોનાકાળમાં સફાઇકર્મીઓ પર ફૂલોનો વરસાદ કર્યો, હવે પગાર માટે રઝળપાટ
Surendranagar: કોરોનાકાળમાં સફાઇકર્મીઓ પર ફૂલોનો વરસાદ કર્યો, હવે પગાર માટે રઝળપાટ
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર 300 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે.
આ કર્મચારીઓને છેલ્લા બે માસનો પગાર ન મળતા રોષે ભરાયેલ મહિલા સફાઇ કામદારો પાલિકા કચેરીમાં દોડી આવ્યા હતાં. જ્યાં રજૂઆત કરતા જણાવ્યું હતુ કે કોન્ટ્રાક્ટ દ્વારા પગાર ચૂકવવામાં કાયમ ગલ્લાતલ્લા કરવામાં આવે છે કામ પુરૂ કરાવવામાં આવે છે પરંતુ પગાર ક્યારેય નિયમિત કરવામાં આવતો નથી.
કોરોના મહામારી (Corona Virus)એ આખી દુનિયામાં પગપેસારો કર્યો ત્યારે ગુજરાત (Gujarat) પણ તેનાથી બાકાત રહી શક્યું નહીં અને આ દરમિયાન ગુજરાત સહિત આખા દેશમાં લોકડાઉન (Lock Down) લાદી દેવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા હતા અને લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા. તે સમયે સફાઇ કામદારો (Sweeper) નિષ્ઠાથી પોતાનું કામ કરી રહ્યા હતા અને તેમના કામને પણ લોકો બિરદાવી રહ્યા હતા. સાથે જ કેટલાક લોકો તો તેમના પર ફુલોની વર્ષા પણ કરી રહ્યા હતા. પરંતુ હવે આ સફાઇ કામદારોનું જ શોષણ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જેમ-જેમે કોરોનાના વળતા પાણી થયા છે તેમ તેમ સફાઇ કામદારો માટે લોકોનો પ્રેમ ઓછો થઇ રહ્યો છે. કોરાના કાળમાં જેમના માથે ફુલોનો વરસાદ થતો હતો તે કામદારો હવે પોતાના પગાર માટે પણ વલખા મારી રહ્યા છે.
સુરેન્દ્રનગર (Surendranagar) પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોને છેલ્લા બે માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. ત્યારે બે મહિનાનો પગાર ના મળતા રોષે ભરાયેલ સફાઇ કામદારો પાલિકા કચેરીમાં દોડી આવ્યા હતાં. અને 25 જૂન સુધીમાં બાકી પગાર ચૂકવવામાં નહીં આવે તો સફાઇ કામ બંધ કરી ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર 300 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે ત્યારે આ કર્મચારીઓને છેલ્લા બે માસનો પગાર ન મળતા રોષે ભરાયેલ મહિલા સફાઇ કામદારો પાલિકા કચેરીમાં દોડી આવ્યા હતાં. જ્યાં રજૂઆત કરતા જણાવ્યું હતુ કે કોન્ટ્રાક્ટ દ્વારા પગાર ચૂકવવામાં કાયમ ગલ્લાતલ્લા કરવામાં આવે છે કામ પુરૂ કરાવવામાં આવે છે પરંતુ પગાર ક્યારેય નિયમિત કરવામાં આવતો નથી. બે માસનો બાકી પગાર ન મળતા આ મોંઘવારીના સમયમાં લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ અને ઇપીએફમાં પણ કોન્ટ્રાક્ટ દ્વારા મોટા પાયે ગોલમાલ કરવામાં આવતી હોવાનો તેમજ પાલિક તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ સાથે જ સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે, વર્ષોથી એક જ વ્યક્તિને સફાઇ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા પાલિકા તંત્રના સત્તાધીશોની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે અને સમગ્ર મામલામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે મહિનાનો બાકી પગાર 25 જૂન સુધીમાં ચૂકવવામાં નહીં આવે તો કામનો બહિષ્કાર કરી ભુખ હડતાળ કરવાની ચીમકી પણ સફાઇ કામદારોએ ઉચ્ચારી છે. ત્યારે હવે સવાલ એ પણ થાય છે કે, જ્યારે પોતાની જીવની પરવાહ કર્યા વિના જે લોકો શહેરોની સુંદરતા જાળવી રાખે છે તેમના મહેનતના રૂપિયા અપાવવામાં સત્તાધીશો કેમ રસ લેતા નથી.