Home /News /surendranagar /સુરેન્દ્રનગર: યુવતીની કૂવામાંથી હત્યા કરાયેલી લાશ મળી, મોઢા પર થેલી અને હાથપગ હતા બાંધેલા
સુરેન્દ્રનગર: યુવતીની કૂવામાંથી હત્યા કરાયેલી લાશ મળી, મોઢા પર થેલી અને હાથપગ હતા બાંધેલા
પ્રતિકાત્મક તસવીર
Crime News: યુવતીને મોંઢા પર પ્લાસ્ટીકની થેલી બાંધેલી તેમજ હાથ અને પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. આથી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી યુવતીની આેળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અક્ષય જોષી, સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામાંથી અજાણી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીને મોંઢા પર પ્લાસ્ટીકની થેલી બાંધેલી તેમજ હાથ અને પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. આથી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી યુવતીની આેળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લો ગુનેગારો માટે રેઢુ પડ બની ગયો હોય તેમ ફરી એકવાર હત્યા કરાયેલી લાશ મળી આવી છે. લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામા યુવતીની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા લીંબડી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
સ્થાનિકો અને તરવૈયાની મદદથી યુવતીની લાશને બહાર કાઢતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, યુવતીના મોંઢાના ભાગે પ્લાસ્ટિકની થેલી તેમજ યુવતીના હાથ પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. તેમજ લાશને કુવામાં ડુબાડવા માટે યુવતીની લાશ સાથે રેતી ભરેલી થેલી પણ બાંધેલી જોવા મળી હતી.
પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી હોવાનું જણાય આવતુ હતુ. આથી પોલીસે લાશને પેનલ પોસ્ટમોર્ટમાટે મોકલી આપી હતી. હત્યારાઆેએ યુવતીની કોઇપણ જાતની આેળખ મળે તેવા પુરાવા પણ રહેવા દીધા નથી. તેમજ પાણીમાં લાશ કોહવાઇ જવાના કારણે પણ પોલીસ માટે યુવતીની આેળખ મેળવવી એક પડકાર બની ગયો છે.
ત્યારે લીંબડી ડીવાયએસપી દ્વારા સુરેન્દ્રનગર ક્રાઇમબ્રાંન્ચ, એસઆેજી અને લીંબડી પોલીસ સહિતની પોલીસની અલગ અલગ ટીમો બનાવી યુવતીની આેળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ યુવતીની હત્યા કોણે કરી, શા માટે કરી અને યુવતી ની લાશને અંહી કુવામાંજ કેમ ફેંકી સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે લાશનો ભેદ ક્યારે ઉકેલાશે તે જોવુ રહ્યું.