સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં મેથાણ ગામ નજીક તળાવડીમાં ડુબવાને કારણે 5 બાળકોનાં મોત થયા છે. મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં બાળકો નહાવા પડ્યા હતા. જ્યાં રમતાં રમતાં બાળકો ડુબી ગયો હતા. સ્થાનિકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક સાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. આ બાળકોના મોતથી પરિવારમાં પણ માતમ છવાયો છે.
ગુજરાતના અન્ય સમાચાર
સુરતમાં અપહરણ
સુરતમાં રહેતા અને યશ બેન્કમાં નોકરી કરતા પ્રતિક પરષોતમભાઇ પાઘડાળ નામના યુવકે બે વર્ષ પહેલા પોતાની નોકરી છોડીને અમદાવાદમાં જઈને સંબંધી અને પરિચિતો પાસેથી પૈસા લઈ મરી મસાલાનો ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર ચાલુ કર્યો હતો. પણ કામનસીબે આ ધંધો નહીં ચાલતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેથી યુવક તમામના પૈસા ચૂકવ્યા વિના સુરત પરત આવી ગયો હતો. ત્યારબાદ યુવકે સુરતમાં આવીને તેના મિત્રોની સાથે મળી નવો ધંધો શરૂ કરવા મથામણ કરી રહ્યો હતો. મહત્ત્વની વાત છે કે, અગાઉ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ ભાવનગરના ઉમરાળાના ઓજવદરમાં રહેતા તેમજ ખેતીકામ કરતા મિત્ર લાલજી બગદારીયાને સુરત બોલાવ્યો હતો. પ્રતિક ગત સવારે લાલજી અને અન્ય એક મિત્ર દિનેશ મકવાણા સાથે મિત્ર જૂપીન ધડૂકની વરાછા તાપ્તી ગંગા આર્કેડમાં આવેલી કાપડની દુકાને ગયો હતો. (આ સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
પતિ પત્ની અને મિલકત કિસ્સો
અમદાવાદના મણિનગરના એક રહેવાસી પર મિલકત પચાવી પાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તે વ્યક્તિ પર સંયુક્ત મિલકત (joint property)માં 50% હિસ્સો પચાવી પાડવા પૂર્વ પત્નીના બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો. આ માટે વેજલપુરમાં સબ-રજિસ્ટ્રાર (Sub-Registrar) ઓફિસમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે મંગળવારે FIR દાખલ કરવામાં આવી હતી. વેજલપુરના સબ રજિસ્ટ્રાર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, આશિષ દેસાઈએ 9 સપ્ટેમ્બર 2018ના રોજ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એક મહિલાને પોતાની પત્ની તરીકે રજૂ કરી, તે મહિલાએ પોતાનું આધાર કાર્ડ (Aadhaar card) રજૂ કર્યું. (આ સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)