Home /News /surendranagar /ચકચારી ઘટના: ધાંગધ્રામાં મોડી રાત્રે જૂથ અથડામણ, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ કર્યો હુમલો

ચકચારી ઘટના: ધાંગધ્રામાં મોડી રાત્રે જૂથ અથડામણ, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ કર્યો હુમલો

મોડી રાત્રીએ થયેલી જૂથ અથડામણમાં પોલીસ દ્વારા સમજાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

Dhangadhra Group clash : ધાંગધ્રા શહેરમાં મોડી રાત્રીના બે અલગ અલગ જ્ઞાતિના લોકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ મામલો બીચક્યો હતો. પોલીસ દ્વારા સમજાવટ કરવા જતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પીઆઇ અને બે પોલીસ કર્મચારી સહીત કુલ ત્રણને ઇજા થઇ હતી.

વધુ જુઓ ...
    સુરેન્દ્રનગર : ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણની ખબરો આવતી રહે છે. આ વચ્ચે ધાંગધ્રા શહેરમાં અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થતા ચકચાર મચી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ધાંગધ્રા શહેરમાં મોડી રાત્રીના બે અલગ અલગ જ્ઞાતિના લોકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ મામલો બીચક્યો હતો અને વાત જૂથ અથડામણ સુધી પહોંચી હતી. જૂથ અથડામણ બાદ ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જોકે, વિફરેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.

    બે જૂથો વચ્ચે પથ્થરમારો


    ધાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં બંને જૂથના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસને આ ઘટના અંગે જાણ થતાં ધાંગ્રધ્રા ઉપરાંત સુરેન્દ્રનગર LCB SOG DYSP સહિત સમગ્ર જિલ્લાની પોલીસ ધ્રાંગધ્રામાં તૈનાત કરી દેવાઇ છે. આ ઉપરાંત શહેરમાં બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. શહેરમાં જૂથ અથડામણની ઘટના બાદ તંગીભર્યો માહોલ સર્જાયો છે.

    આ પણ વાંચો:  મોદીએ સંબોધનની શરૂઆતમાં જ કર્યા કરી દીધી રમૂજ

    ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો


    મોડી રાત્રીએ થયેલી જૂથ અથડામણમાં પોલીસ દ્વારા સમજાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેવામાં 200થી વધુ લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.

    આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રંટનો નજારો મંત્રમુગ્ધ કરી દેશે!

    હુમલામાં એક પીઆઇ અને બે પોલીસ કર્મચારી સહીત કુલ ત્રણ ઘાયલ થયા હતા. જે બાદ ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, સુરેન્દ્રનગર

    विज्ञापन
    विज्ञापन