Home /News /surendranagar /સુરેન્દ્રનગર : BJPના પ્રમુખની દાદાગીરીનો Live Video, હૉસ્પિટલ સીલ મારવા આવેલા અધિકારી સાથે બબાલ કરી

સુરેન્દ્રનગર : BJPના પ્રમુખની દાદાગીરીનો Live Video, હૉસ્પિટલ સીલ મારવા આવેલા અધિકારી સાથે બબાલ કરી

સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી કેમેરામાં કેદ, ચીફ ઓફિસરને ધક્કે ચઢાવ્.ા

Surendraagar BJP President Video : સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખે ફાયર એનઓસી મુદ્દે હૉસ્પિટલ સીલ મારવા આવેલા અધિકારીને કહ્યું 'થાય એ કરી લ્યો'

  સુરેન્દ્રનગર : એક તરફ સુશાસનના નારા સાથે પાટનગર (Gandhinagar Municipal Corporation Election) ગાંધીનગરમાં ભાજપના મોટા નેતાઓ મત (BJP Gujarat) માંગવા નીકળી અને પ્રચારના છેલ્લા દિવસે કડાકા ભડાકા બોલી રહ્યા હતા ત્યારે જ શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર શહેર પ્રમુખના (Surendrangar BJP President Fight Video) અણછાજતા વર્તનનો લાઇવ વીડિયો (Live Video of Mahendra Patel Surendrnagar BJP President) સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ભાજપના શહેર પ્રમુખે હૉસ્પિટલ સીલ મારવા આવેલા અધિકારીઓને (Surendranagar BJP President pushed Officers) ધક્કે ચઢાવ્યા હતા. એટલું જ નહીં નેતાજી એ બૂમ બરાડા પાડીને કહ્યું કે 'જાઓ થાય એ કરી લ્યો, સીલ નહીં મારવાનું.' આમ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની દાદાગીરીનો લાઇવ વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે.

  તાજેતરમાં જ કેગના રિપોર્ટમાં હૉસ્પિટલોની ફાયર સેફ્ટિનો મુદ્દો ગાજ્યો હતો. અમદાવાદની શ્રેય હૉસ્પિટલનો અગ્નિકાંડ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હૉસ્પિટલના અગ્નિકાંડે હાહાકાર મચાવ્યો હતો. આ ઘટનાઓમાં કેગના રિપોર્ટમાં ચોંકાવનારી વાતો સામે આવી હતી. હૉસ્પિટલોની ફાયર સેફ્ટિ એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખે ફાયરસેફ્ટી તથા બીયુ પરમિશન ન ધરાવતી શ્રધ્ધા હોસ્પિટલને સીલ કરવા ગયેલા ચીફ આફીસર અને પાલિકાની ટીમ સાથે મનફાવે એવું વર્તન કર્યુ હતું.

  આ પણ વાંચો :  સુરત : યુવકની હત્યાનો CCTV Video, પેટમાં ઉપરાછાપરી છરાના ઘા ઝીંકી ઘર્મેશને મારી નાખ્યો

  સત્તાના મદમાં ચકચૂર બનેલા શહેર ભાજપ પ્રમુખના ઉદ્ધત વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પણ ફરતો થયો છે. આ પ્રમુખ કહી રહ્યા છે કે 'તમારાથી થાય તે કરી લ્યો, પોલીસ કેસ કરવો હોય તો પણ કરી દો પરંતુ સીલ નહીં લાગે' પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પંડ્યાને શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા ધક્કો મારતા મામલો બીચક્યો હતો.

  સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ કહે છે કે મને કોઈ નોટિસ આપવામાં આવી નહોતી પેશન્ટ હતા છતા હૉસ્પિટલ સીલ મારી


  વળી આ નેતાજીએ પોતાના બચાવમાં કહ્યું કે આ હૉસ્પિટલ આવશ્યક સેવામાં આવે. જોકે, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખે આ મામલે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ દાદાગીરી છે. હૉસ્પિટલની ફાયર પરમિશનના મુદ્દે લાજવાના બદલે નેતાઓ ગાજી રહ્યા છે. જે સુરેન્દ્રનગરના સાંસદ સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા હોય તેમના શહેરની આવી સ્થિતિ અતિ ગંભીર છે.

  હૉસ્પિટલને સીલ મારી

  ઉલ્લેખનીય છે કે ફાયર સેફ્ટિ વગર ધમધમતી આ હાટડીઓ જ્યારે અકસ્માતે આવી પહોંચે છે ત્યારે હૉસ્પિટલ જ સ્મશાન બની જાય છે. કોરોનાના સમયમાં રાજ્યમાં અનેક હૉસ્પિટલમાં આગજનની થઈ અને લોકોના જીવ ગયા ત્યારે હજી પણ સમય આવે ચેતવાના બદલે દાદાગીરી કરતા આવા નેતાઓ સામે કડક કાર્યવાહી થાય તે આવશ્યક છે. ત્યારે સુરેન્દ્રનગર પાલિકા દ્વારા આ હૉસ્પિટલને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે.  શું કહ્યુ ચીફ ઓફિસરે

  સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે અમે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. જે જે હૉસ્પિટલે અત્યારસુધી કામગીરી શરૂ જ નહોતી કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. હૉસ્પિટલન અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે એક પણ નવા પેશન્ટ ભરતી કરશો નહીં છતા હૉસ્પિટલે એક દર્દી દાખલ કર્યો હતો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

  આ પણ વાંચો :  જેતપુર : ચક્રાવાતનો Live Video, કારખાનાઓનાં શેડ ઉડ્યા! દિલધડક દૃશ્યો કેમેરામાં કેદ

  શું કહ્યું પ્રમુખે?

  હું આજે પેટાચૂંટણીના કાર્યક્રમમાં હતો. હું હૉસ્પિટલેથી ફોન આવ્યો ત્યારે મેં તેમને કહ્યુ કે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે બે દિવસમાં ફાયર સિસ્ટમ ચાલુ થઈ જશે. હું કલેક્ટરને ફરિયાદ કરીશ કે હૉસ્પિટલ આવશ્યક સેવાઓમાં આવે ત્યારે હૉસ્પિટલોને આવી રીતે સીલ મારવામાં ન આવે એવી વિનંતી કરી છે
  Published by:Jay Mishra
  First published:

  Tags: Fire NOC, Live video, Surendranagar, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन