Home /News /surendranagar /સુરેન્દ્રનગર: રોઝ અથડાતા બાઇક પલટી, બે પોલીસકર્મીઓના મોત

સુરેન્દ્રનગર: રોઝ અથડાતા બાઇક પલટી, બે પોલીસકર્મીઓના મોત

બંને પોલીસકર્મીઓનાં કરૂણ મોત થયા હતા

આ ગોઝારા અકસ્માતનાં સમાચાર મળતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
સુરેન્દ્રનગર : લખતર પાસે ફરીથી ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. સુરેન્દ્રનગરના લખતર ઝરમ ગામ પાસે રસ્તા પર રોઝ પ્રાણી આવી જતા બાઇકને ટક્કર વાગી હતી. જે બાદ બે પોલીસકર્મીઓનાં મોત નીપજ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, લખતરના ઝરમ ગામ પાસેના રોડ પરથી શંકરભાઈ ઓલકિયા, સરદેવ ગળથરા નામના પોલીસકર્મી બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર બાઇકની સામે રોઝ આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બંને પોલીસકર્મીઓનાં કરૂણ મોત થયા હતા. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ગોઝારા અકસ્માતનાં સમાચાર મળતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે મૃતક પોલીસ કર્મીઓનાં પરિવારમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે.

અન્ય કિસ્સામાં હેડ કોન્સ્ટેબલ લાપતા થઇ ગયા હતા


થોડા દિવસો પહેલા જ વઢવાણ પોલીસ મથકમાંથી જ હેડ કોન્સ્ટેબલ લાપતા થયા હતા. જે બાદ તેમના પિતાએ પીએસઆઇ સામે આક્ષેપો સાથે રજૂઆત કરતાં ચકચાર ફેલાઈ હતી. જોકે, હેડ કોન્સ્ટેબલ પાટડીના રણમાં આવેલા વાછડાદાદાનાં દર્શન કરીને પરત ફરતાં પરિવાર સાથે પોલીસ તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : પાણીપુરીના કારણે સગા ભાઇએ ભાઇનો લીધો જીવ, પરિવાર વેર વિખેર

વઢવાણ પોલીસ મથકમાંથી 7 નવેમ્બરને સોમવારે રાત્રે અંદાજે 8.15 કલાકે હેડ કોન્સ્ટેબલ રણજિતસિંહ દિપસંગભાઈ સોલંકી લાપતા થયાની ઘટનાથી ચકચાર ફેલાઈ હતી. આ મામલે વઢવાણ પીએસઆઇ પર આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને દિપસંગભાઈ સોલંકીએ રજૂઆત કારઇ હતી. જોકે, બુધવારે રાત્રે અંદાજે 9 કલાકે રણજિતસિંહ પરત ફરતાં પરિવાર તેમજ પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે રણજિતસિંહના સીપીઆઇ સમક્ષ નિવેદનો પણ લેવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે જણાવ્યું કે, મારે બાધા હોવાથી પાટડી રણમાં આવેલા વછડાદાદાનાં દર્શને ગયો હતો. તેમણે એ પણ જણાવ્યુ કે, ફોન મારી જોડે હતો તે પણ બંધ થઈ ગયો હતો. ચૂંટણી સમયે રજા પર પ્રતિબંધ હોવાથી મને રજા નહીં મળે, તેવું વિચારીને કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. જોકે, પીએસઆઇના ત્રાસ અંગે જણાવ્યુ કે, કોઈ ત્રાસ નથી.
First published:

Tags: Accidents, ગુજરાત, સુરેન્દ્રનગર