Surendranagar Accident: ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
સુરેન્દ્રનગર: ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 6 વ્યક્તિઓ સવાર હતા. જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદથી દ્વારકા જતી કારનો અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરિવાર અમદાવાદથી દ્વારકા તરફ જઈ રહ્યો હતો
મળતી માહિતી અનુસાર, આજે સવારે સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર કાર અકસ્માત સર્જાયો હતો. અચાનક જ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર અમદાવાદથી દ્વારકા તરફ જઈ રહ્યો હતો. જેમાં અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઆના મોત થયા છે. જ્યારે 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં કાર ઘડાકાભેડર ટ્રકમાં ઘુસી ગઇ હતી. જેને લઇને કારમાં સવાર છ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી બે લોકોના મોત નિપજ્યાં હતા. કાર ઘડાકાભેર ટ્રકમાં ઘુસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક ચોટીલા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, પોલીસે અકસ્માતના કારણ સહિતની તપાસ શરૂ કરી છે.