Home /News /surendranagar /સુરેન્દ્રનગર: આકાશમાં અનોખી ખગોળીયઘટના, લાઇનમાં પ્રકાશિત વસ્તુ દેખાતા કુતૂહલ

સુરેન્દ્રનગર: આકાશમાં અનોખી ખગોળીયઘટના, લાઇનમાં પ્રકાશિત વસ્તુ દેખાતા કુતૂહલ

સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશમાં અનોખી ઘટના મળી જોવા મળી છે.

Surendranagar A unique phenomenon: લીંબડી, સલાયા, ચોટીલામાં આકાશમાં આ અનોખી ઘટના જોવા મળી હતી. આકાશમાં લાઇનમાં કોઇ પ્રકાશિત વસ્તુ પસાર થઇ રહી હોય તેવું જોતાં જ લોકોમાં કુતુહલ

  • News18 Gujarati
  • Last Updated :
  • Surendranagar, India
    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશમાં અનોખી ઘટના મળી જોવા મળી છે. કોઇ પ્રકાશિત વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો. સુરેન્દ્રનગરમાં મોડી સાંજે આકાશમાં અનોખી ઘટના જોવા મળી હતી. લાઈનમાં પ્રકાશિત વસ્તુ પસાર થતી જોવા મળી હતી. સુરેન્દ્રનગરના લીંબડી, સલાયા, ચોટીલામાં નજારો જોવા મળ્યો હતો. આકાશમાં દેખાતી વસ્તુથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયો હતો.

    લાઇનમાં પ્રકાશિત વસ્તુઓ પસાર થતાં કુતુહલ

    સુરેન્દ્રનગરમાં આકાશમાં જોવા મળેલી અનોખી ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આકાશમાં કતારમાં કોઇ પ્રકાશિત વસ્તુ જતી જોવા મળી હતી. આ કોઇ એક વિસ્તાર નહીં પરંતુ લીંબડી, સલાયા, ચોટીલામાં આકાશમાં આ અનોખી ઘટના જોવા મળી હતી. આકાશમાં લાઇનમાં કોઇ પ્રકાશિત વસ્તુ પસાર થઇ રહી હોય તેવું જોતાં જ લોકોમાં કુતુહલ સર્જાયો હતો અને લોકો આ અનોખી ઘટનાને જોવા માટે આકાશ તરફ ટસી રહ્યા હતા. સાથે જ લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી છે. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.


    આ પણ વાંચો: સુરતમાં રાતોરાત મંદિર અને દરગાહનું ડિમોલિશન કરાયું

    શું હતી આ સમગ્ર ઘટના?

    આ કતારમાં એક બે નહીં પણ અનેક ચમકતી વસ્તુઓ એક સાથે શિસ્તબધ લાઇનમાં જોવા મળી હતી. આકાશમાં આવી ઘટના સામાન્ય રીતે જોવા મળતી નથી, પરંતુ લોકોની નજર પડતાં જ લોકોએ વીડિયો ઉતારી તેને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. હાલ આ સમગ્ર ઘટના કેવી રીતે અને કેમ ઘટી તેની કોઇ માહિતી સામે આવી નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Surendranagar

    विज्ञापन
    विज्ञापन