સુરેન્દ્રનગર: ગઇકાલે મોડી રાતે લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક અને છોટા હાથી વચ્ચે મોડી રાતે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. છોટા હાથીમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રક અને છોટા હાથી વચ્ચે જબરદસ્ત ટક્કર
ગઇકાલે મોડી રાત્રે લીંબડી અમદાવાદ હાઇવે પર કટારીયા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છોટા હાથીમં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, ટ્રક અને છોટા હાથી વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે છોટા હાથી ઊંધું વળી ગયું હતું. જેમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
ઘટના સ્થળે પહોંચી પોલીસની પ્રથામિક તપાસમાાં સામે આવ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય લોકો પરપ્રાંતિય હતા અને તેઓ છોટા હાથીમાં સવાર હતા. હાલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગેની વિગતો સામે આવી નથી. પોલીસ અકસ્માતના કારણો અને મૃતકો ક્યાના છે અને કઇ જગ્યાએ જઇ રહ્યા હતા, તે સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.