Home /News /surendranagar /

સુરેન્દ્રનગર: પુસ્તકો ભરીને જઈ રહેલા પીકઅપ વાનને અકસ્માત, ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર: પુસ્તકો ભરીને જઈ રહેલા પીકઅપ વાનને અકસ્માત, ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત

અકસ્માતમાં ત્રણનાં મોત.

Surendranagar Accident: આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ લોકોને 108ની મદદથી સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ચુડા પોલીસે (Chuda police) વધારે તપાસ શરૂ કરી છે.

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district)માં આજે સવારે ગમખ્વાર અકસ્માત (Road accident) સર્જાયો છે. જેમાં એક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન અનિયંત્રિત થઈને ખાડામાં પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડીના રાણપુર રોડ પર એક અકસ્માત થયો છે. જ્યાં પુસ્તકો ભરીને જઈ રહેલી એક પીકઅપ વાન વેજલકા નજીક પલટી મારી ગઈ હતી. પીકઅપ વાનમાં છ લોકો સવાર હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા.



    આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ લોકોને 108ની મદદથી સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ચુડા પોલીસે (Chuda police) વધારે તપાસ શરૂ કરી છે.



    મળતી માહિતી પ્રમાણે પીકઅપ વાન પુસ્તકો ભરીને રાણપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટીને બાજુના ખાડામાં પડી હતી. પિકઅપ વાન ઉપરથી ખાડામાં પડતા અંદર સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યું થઈ ગયા હતા. અન્ય ત્રણ લોકોને સારવાર માટે ખસેડાયા છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    1) ગુજરાત સરકારે લમ્પી વાયરસને લઈને જાહેર કરી માર્ગદર્શિકા

    આજકાલ લમ્પી સ્કિન ડિસીસ રોગ પશુઓમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં જામનગર, રાજકોટ જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્કિન ડિસીસનો રોગ જોવા મળ્યો છે, જે ચેપી રોગ છે. આ રોગ બીજા પશુઓમાં ન થાય તે માટે પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. વિભાગે લમ્પી સ્કિન ડિસીસ થયેલા પશુઓને બીજા પશુઓથી દૂર રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત રોગને કાબૂમાં લેવા પશુોને વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે, અમદાવાદ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીસનો એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં પશુપાલન વિભાગ સતર્ક છે. સરકાર તરફથી લમ્પી સ્કિન ડિસીસને લઈને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ રોગને લઈને પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. ખાસ કરીને જામનગર અને રાજકોટમાં આ રોગ જોવા મળ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)



    2) ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ (GSEB 12th exam result)નું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ (GSEB website) પરથી પરિણામ જાણી શકે છે. આ વર્ષે પરીક્ષા આપનારા કુલ 86.91 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. વિધાર્થીઓ બોર્ડની વેબસાઇટપર પોતાનો રિસિપ્ટ નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકે છે. આ પહેલા બોર્ડ તરફથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Surendrangar, અકસ્માત, ગુનો, પોલીસ

    આગામી સમાચાર