Home /News /surendranagar /સુરેન્દ્રનગરઃ 'એક કરોડ રૂપિયા... નહીં તો છોકરાનું પાર્સલ લઈ લેજો', સાડીના વેપારીના પુત્રના અપહરણ બાદ છૂટકારો

સુરેન્દ્રનગરઃ 'એક કરોડ રૂપિયા... નહીં તો છોકરાનું પાર્સલ લઈ લેજો', સાડીના વેપારીના પુત્રના અપહરણ બાદ છૂટકારો

ફાઈલ તસવીર

તમારી પાસે કાલે બપોરે બાર વાગ્યાનો સમય છે. પૈસાની સગવડ કરી લેજો. તમારા બંને છોકરાઓ મારી પાસે છે. કાલે બાર વાગ્યે છેલ્લો કોલ આવશે પછી કોલ નહીં આવે.

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં (surendrangar) બે ખોજા યુવકોનું અપહરણ (khoja boy Kidnapping) થયાની ઘટના સામે આવી હતી. મોટી રકમનો તોડ કરવા માટે બંને યુવકના અપહરણનો કારસો રચાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) અપહ્યુત યુવકનો છૂટકારો કરાવ્યો હતો. અપહરણકર્તાનો એક કરોડની માગણી કરતી ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં સાડીનો વેપાર કરતા વેપારીના પુત્રનું 31 ડિસેમ્બરે અપહરણ કર્યું હતું. ત્યારબાદ અપહરમ કર્તાએ વેપારીને ફોન કરીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે, વેપારીએ પોલીસનો સહારો લીધો હતો.

સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથધરી હતી. જેમાં તપાસ કરતા અપહરણમાં માસ્ટર માઈન્ડ (Master Mind in kidnapping) મનાતા સિકંદરનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્સનમાં આવીને બંને ખોજા યુવકોને હેમખેમ છોડાવ્યા હતા.

આ પણ વાંચોઃ-

અપહરણકર્તાઓ પાસેથી યુવકોને છોડાવીને પોલીસે તેમના પરિવારને સોંપી દીધા હતા. અહરણના માસ્ટર માઈન્ડ મનાતા સિકંદર સહિત બીજા અનેક નામો ખુલે ઈવ આશંકા સેવાઈ રહી છે.

બીજી તરફ અપહરણકારોની એક કરોડ રૂપિયાની ખંડણી માંગતી ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં સંભળાઈ રહ્યું છે કે તમે પાંચ દસ લાખ રૂપિયાની વાત કરતા હોય તો મારે એક કરોડ રૂપિયા લેવાના છે. તમારી પાસે કાલે બપોરે બાર વાગ્યાનો સમય છે. પૈસાની સગવડ કરી લેજો. તમારા બંને છોકરાઓ મારી પાસે છે. કાલે બાર વાગ્યે છેલ્લો કોલ આવશે પછી કોલ નહીં આવે.



પછી તમારા છોકરાઓનું પાર્સલ લઈ લેજો. તમે પોલીસમાં જાઓ ક્રાઈમમાં જાઓ એસીબીમાં જાઓ. પોલીસ પોલીસનું કામ કરશી અને અમે અમારું કામ કરશું. તમારા છોકરાને લઈને ફરી આ છોકરો ભૂખ્યો તરસ્યો મરશે એ તમારે જોવાનું. મારો ભાઈ દવાખાનામાં છે 80 લાખ રૂપિયા થઈ ગયા છે એટલે એક કરોડ રૂપિયા માંગ્યા છે.
First published:

Tags: Surendranagar, અપહરણ