Home /News /surendranagar /દયા ખાતા ડાકુ મળ્યા! અમદાવાદથી કાર લઈને રાજકોટ જતો યુવક લીંબડી હાઇવે પર લૂંટાયો

દયા ખાતા ડાકુ મળ્યા! અમદાવાદથી કાર લઈને રાજકોટ જતો યુવક લીંબડી હાઇવે પર લૂંટાયો

યુવકના હાથ બાંધીને નીચે ઉતારી દીધો હતો.

મુસાફરોની સ્વાંગમાં બેઠેલા ત્રણ લૂંટારું યુવકને લૂંટીને કાર અને રોકડ સાથે ફરાર થઈ ગયા, યુવકના હાથ બાંધીને રોડ પર ઉતારી મૂક્યો.

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : કોરોના વાયરસ (Coronavirus) અને તેના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ રાજ્યમાં અનેક જગ્યાએ લૂંટના બનાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને લીંબડી નેશનલ હાઇવ (Limbdi National Highway) પર લૂંટની સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસો પહેલા હાઇવે પર બેથી ત્રણ ટ્રકના ડ્રાઇવરો (Truck Drivers)નો લૂંટી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. હવે ફરીથી લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં લૂંટારુઓ આઈ20 કાર અને રોકડની લૂંટ (Loot) કરીને ફરાર થઈ ગયા છે.

દયા ખાતા ડાકુ મળ્યા!

મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી રાજકોટ જઈ રહેલા યુવકની કારમાં ત્રણ અજાણ્યા શખ્સો બેઠા હતા. યુવકે દયાભાવ રાખીને મુસાફરોને પોતાના કારમાં બેસાડ્યા હતા. પરંતુ મુસાફરોની સ્વાંગમાં ત્રણેય યુવક લૂંટારું હતાં. કારમાં લિફ્ટ લીધા બાદ પાણશીણાના દેવપરા પાસે કાર ચાલક રાજકોટના યુવકને માર મારીને લૂંટી લેવામાં આવ્યો હતો. લૂંટારુઓ કાર તેમજ યુવક પાસે રહેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

બંદૂક બતાવી લૂંટી લીધો

રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસેનો રહેવાસી યુવક તેની કાર લઈને અમદાવાદથી રાજકોટ આવવા નીકળ્યો હતો. આ દરમિયાન તેણે ત્રણ મુસાફરોને બેસાડ્યા હતા. કાર દેવપરા પાસે પહોંચી ત્યારે મુસાફરોની સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ બંદૂક બતાવી હતી. જે બાદમાં કાર અને તેની પાસે રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ત્રણેય લૂંટારુઓએ કારના ડ્રાઇવરનો હાથ રૂમાલથી બાંધી દીધો હતો.

નીચે વીડિયોમાં જુઓ : સુરતમાં 108 એમ્બ્યુલન્સના પૂર્વ ડ્રાઇવરની ઓડિયો વાયરલ કરવા બદલ ધરપકડ

યુવકને રોડ પર ઉતારી મૂકીને લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. જે બાદમાં યુવકે નજીકના ગામના લોકોની મદદ માંગી હતી. લોકોએ યુવકના હાથ છોડ્યા હતા અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા એલસીબી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે લીંબડી હાઇવે પર લૂંટના સતત બનાવો બની રહ્યા હોવાથી પોલીસની કાર્યવાહી પર પણ શંકા ઉઠી છે. સતત આવા બનાવો બની રહ્યો હોવા છતાં પોલીસ શા માટે પેટ્રોલિંગ નથી વધારી રહી તે પણ મોટો સવાલ છે.
First published:

Tags: Loot, National Highway, Passengers, અમદાવાદ, રાજકોટ