Home /News /surendranagar /વડાપ્રધાન મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો તમે જોયો કે નહીં? થઇ રહ્યો છે વાયરલ

વડાપ્રધાન મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો તમે જોયો કે નહીં? થઇ રહ્યો છે વાયરલ

વડાપ્રધાન સાથે નાનકડી આધ્યા

PM Modi with little girl: આ કવિતા સાંભળી પીએમ મોદી પણ ખુશ થયા હતા અને તેમણે તાળીઓ વગાડીને બાળકીના ઉત્સાહને બેવડાયો હતો.

 • Local18
 • Last Updated :
 • Surendranagar, India
  સુરેન્દ્રનગર: ગુજરાતનાં રાજકારણમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો હતો. તેની બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નથી. સાથે તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કર્યો હતો. ત્યારે આ બાળકીને મળીને સુરેન્દ્રનગરમાં પીએમ મોદીનો બાળક પ્રેમ ફરીથી દેખાયો છે.

  એકદમ નેતાના અંદાજમાં ભાષણ આપી રહેલી આ બાળકી પીએમ મોદીની સૌથી નાની ફેન છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં ભાજપના સૌથી નાના પ્રચારકની મુલાકાત થઈ હતી. આ બાળકી કિરીટસિંહ રાણાના ભાણીબા આદ્યાબા છે, લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબાએ સભા પૂરી થયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

  આ પણ વાંચો: નળિયાવાળા મકાનમાં રહેતા આ ધારાસભ્ય અંગે જાણો

  આધ્યાએ ભાજપ માટે લખેલી એક કવિતા પીએમ મોદીને સંભળાવી હતી. જેમાં ભાજપે 8 વર્ષમાં કરેલા કામોની વિકાસગાથાને વણી લેવામાં આવી છે.  આ કવિતા સાંભળી પીએમ મોદી પણ ખુશ થયા હતા અને તેમણે તાળીઓ વગાડીને બાળકીના ઉત્સાહને બેવડાયો હતો. નાનકડી બાળકીની નિખાલસતા અને છટા પીએમ મોદી પ્રત્યેની લાગણી અને માસૂમિયત જોઈ પીએમ મોદીએ પણ આધ્યાને કહ્યુ કે, 'યુ આર સો સ્વીટ'.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, વડાપ્રધાન મોદી, સુરેન્દ્રનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन