Home /News /surendranagar /ચોટીલા : ધોળે દિવસે લાખો રૂપિયાની ફિલ્મી લૂંટ, પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારી લૂંટારૂ ફરાર, CCTV વીડિયોમાં ઘટના કેદ

ચોટીલા : ધોળે દિવસે લાખો રૂપિયાની ફિલ્મી લૂંટ, પેટ્રોલ પમ્પના કર્મચારીને માર મારી લૂંટારૂ ફરાર, CCTV વીડિયોમાં ઘટના કેદ

લૂંટના દૃશ્યો સીસીટીવી વીડિયોમાં કેદ થયા હતા.

ઘાતક હથિયારો બતાવી અને કર્મચારીને ઢોર માર મારી લૂંટી લીધો, ધોળેદિવસે ફિલ્મી લૂંટ

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : રાજકોટ-ચોટીલા (Rajkot-chotila highway) હાઇવે પર પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર ધોળેદિવસે લાખો રૂપિયાની લૂંટના (Loot) દૃશ્યો સામે આવ્યા છે. એક પેટ્રોલ પમ્પના કર્મચારીનો થેલો ઝૂંટવી અને કર્મચારીઓ તેનો થેલો લઈને ફરાર થઈ ગયા છે. આ લૂંટના દૃશ્યા સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ જતા હાહાકાર મચી ગયો છે. બનાવના પગલે પોલીસ દોડતી થઈ છે. પોલીસે સીસીટીવી વીડિયોના આધારે કારમાં નાસી ગયેલા અજાણ્યા લૂંટારૂઓની તપાસ શરૂ કરી છે.

બનાવની વિગતો એવી છે કે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક પેટ્રોલ પમ્પના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો છે. કર્મચારી પાસેથી અજાણ્યા શખ્સો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. પેટ્રોલ પમ્પનો કર્મચારી પૈસા ભરેલો થેલો લઈને ઇકો કારમાં બેસી રૂપિયા બેંકમાં જમા કરાવવા માટે જઈ રહ્યો હતો.



દરમિયાન અચાનક એક કાર આવી હતી અને તેણે ઇકોને રોકાવી અને તેમાંથી કર્મચારીને નીચે ઉતાર્યો હતો. તેમણે ઘાતક હથિયારો બતાવી અને આ કર્મચારીને ઢોર માર માર્યો હતો. મોલડી પોલીસની હદમાં થયેલી આ ઘટનામાં લાખો રૂપિયા લૂંટાયા છે. જ્યારે પેટ્રોલ પમ્પના કર્મચારીને ઢોર માર મારતા તે ઇજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો :  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી : ફેબ્રુઆરીના આ 4 દિવસોમાં હવામાન કથળવાના યોગ

લૂંટારૂઓની કાર પણ સીસીટીવી વીડિયોમાં કેદ થઈ છે. આ કર્મચારીને 108ની મદદથી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યારે પોલીસે લૂંટારૂઓનું પગેરૂં મેળવવા માટે તજવીજ હાથધરી છે. બનાવની વિગતો મુજબ આ લૂંટારૂઓ જાણભેદું હોઈ શકે છે અથવા તો કોઈ રેકી કરીને પાછળ આવ્યા હોય તેવી આશંકા છે. જોકે, હવે પોલીસ તપાસના અંતે જ વધુ વિગતો સામે આવે તેવી શક્યા છે. જોકે, ધોળેદિવસે મચેલી આ લૂંટના કારણે આસપાસના વિસ્તારોમાં વાયુવેગે પ્રસરાઈ ગઈ છે અને સલામત રાજ્ય ગુજરાતમાં આ પ્રકારી ઘટનાના કારણે હાહાકાર મચી ગયો છે.
First published:

Tags: Breaking News, Crime news, Gujarati news, Video