સુરેન્દ્રનગર (Surendranagar) : રાજ્યમાં ચોમાસુ (Monsoon 2022) શરૂ થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મહેરબાની શરૂ કરી દીધી છે. એક બાજુ ખેડૂતો ચોમાસુ ટાઈમસર આવી પહોંચતા અને વાવણીલાયક વરસાદ થતા ખુશ છે, તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં વરસાદી વીજળીના કારણે દુર્ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના લીંબડી (Limbadi) ના કટારીયા ગામ (Katariya Village) માં વીજળી પડતા એક જડ પરિવારના ત્રણ સબ્યોના મોતની આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્ર જિલ્લાના લીંબડી વિસ્તારના કટારીયા ગામમાં આજે વીજળી પડતા એક પરિવારના ત્રણ સબ્યો મોતને ભેટ્યા છે. ત્રણે મૃતકોમાં પિતા-પુત્રી સહિત ત્રણના મોતનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા જ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયુપં હતું અને ત્રમેની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
વિગતે ઘટનાની વાત કરીએ તો, લીંબડીના કટારીયા ગામમાં સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો, તે સમયે પિતા-પુત્રી સહિત ત્રણ લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી આ દુર્ઘટનામાં સ્થળ પર ત્રણેના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો ભેગા થઈ ગયા અને ત્રણેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક ગામમાં વીજળીથી એક જ પરિવારના ત્રણના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્રણેના મૃતદેહ કબ્જે લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અનુસાર, મૃતકોમાં અક્ષય હરેશભાઇ બાધણીયા (27), હરેશભાઇ છગનભાઇ બાધણીયા (52) અને હેતલબેન કલ્પેશભાઇ મેણીયા (28)નો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર