સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district)માં કૉંગ્રેસ પાર્ટી (Congress party)માં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં કૉંગ્રેસના આગેવાનો અને યુવા નેતાઓ સહિત 100થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે. 100થી વધારે લોકોએ રાજીનામા ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું ધરી દેનાર લોકોમાં જિલ્લામાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.
NSUIના પ્રમુખ સહિતના હોદેદારોનું રાજીનામું
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા NSUIના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા (Dhruvrajsinh Chudasama) સહિતના હોદેદારોએ અચાનક રાજીનામું ધરી દીધું છે. ધ્રુવરાજસિંહ ચુડાસમાએ કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલા (Krishnarajsinh Zala)એ પણ રાજીનામું આપી દીધું છે. અંદાજે 100 થી વધુ NSUI સહિત કૉંગ્રેસના આગેવાનો અને યુવાનોના સામૂહિક રાજીનાથી જિલ્લા કૉંગ્રેસમાં જાણે કે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તમામ લોકોએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર (Jagdish Thakor)ને પોતાના રાજીનામા ધરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં (Gujarat politics 2022) ચૂંટણીલક્ષી ગતિવીધીઓ તેજ બની રહી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત (Rahul Gandhi in Gujarat) પ્રવાસ વધી રહ્યા છે. બે દિવસ પહેલા કોંગ્રસના નેતા રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા હતા. ગુજરાતમાં આદિવાસી વોટ બેંક વિધાનસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. પહેલાં વડાપ્રધાન મોદીએ (PM Modi) ત્રણ લાખ આદિવાસી ભાઈ-બહેનોની હાજરીમાં મહાસભા ગજવી હતી જે બાદમાં રાહુલ ગાંધી પણ દાહોદ આવી પહોંચ્યા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
હાર્દિક પટેલ કેમ નારાજ?
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) હાલ પાર્ટીની કામગીરીથી નારાજ દેખાઇ રહ્યા છે. ગુજરાતના પાટીદાર (Patidar) સમાજના પ્રભાવશાળી અને યુવા નેતા હાર્દિક પટેલ છેલ્લા એક વર્ષથી પ્રદેશ કોંગ્રેસની રીતભાતથી નારાજ છે. તેમણે ઘણી વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે, તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે "તેમના વિકલ્પો ખુલ્લા છે." જે બાદ તે નિવેદનનું ભાજપમાં જોડાવાની સંભાવના તરીકે અર્થઘટન કરવામાં આવ્યું હતું. જોકે, બીજા જ દિવસે હાર્દિકે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, તે કોઈ અન્ય પાર્ટીમાં જોડાવાનો નથી. ચાલો જાણીએ, કોંગ્રેસ પાર્ટી પર હાર્દિક પટેલના 5 મોટા આરોપ અંગે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર